Get The App

સ્કૂલવાન ચલાવતા યુવક પર સાળા તથા સાસુનો ચાકુથી હુમલો

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
સ્કૂલવાન ચલાવતા યુવક પર સાળા તથા સાસુનો ચાકુથી હુમલો 1 - image


તરસાલી શરદનગરમાં રહેતા રીક્ષા ડ્રાઇવર સની ક્રિષ્ના ભાઈ શિંદે એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું સ્કૂલવાન ચલાવું છું મારા પત્ની નિર્મલાબેન જેતલપુર રોડ પર આવેલ જ્વેલર્સમાં નોકરી કરે છે. છ મહિના પહેલા મારે તથા મારા પત્ની વચ્ચે અણબનાવ થતા  મારી પત્ની તેના પિયર તરસાલી હનુમંત નગરમાં જતી રહી હતી મારો સાળો વિનાયક અખાળે જે આર્મીમાંથી નિવૃત્ત હોય અવારનવાર મને ફોન કરીને મારી પત્નીને લઈ જવા દબાણ કરી ઝઘડો કરતો હતો 25 મી તારીખે પણ મારા સાળાના સવારથી  ફોન આવવા લાગ્યો હતો અને ગાળો બોલતો હતો મારો સાળો રાત્રે 9:30 વાગે તેની માતા માલતીબેન ને લઈને મારા ઘરે આવ્યો હતો ઘરે હું અને મારા પિતા હતા. મારો સાળો ઉશ્કેરાઈને ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો અને ચપ્પુ વડે હુમલો કરતા મેં ચપ્પુ પકડી લેતા નીચે પડી ગયું હતું મારા સાસુએ ચપ્પુ ઉઠાવી મને પેટના ભાગે મારતા મેં ચપ્પુ પકડી લેતા ડાબા હાથની હથેળી પર વાગી ગયું હતું ત્યારબાદ મારા સાળો તથા સાસુ ત્યાંથી ભાગી ગયા હતા.


Google NewsGoogle News