Get The App

પુણામાં હોટલમાં ચાલતું કુટણખાનું ઝડપાયું : મહિલા સંચાલક, ત્રણ ગ્રાહક ઝડપાયા

આઈમાતા ચોક અભિલાષા હાઈટસમાં પોલીસની રેડ : છ મહિનાથી જેનીથ હોટલ-ગેસ્ટ હાઉસની આડમાં પલસાણાની આસ્મા ઉર્ફે સુરૈયા અને તેનો પુત્ર તેમજ તેનો મિત્ર કુટણખાનું ચલાવતા હતા

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરી રોકડા રૂ.21,050, ત્રણ મોબાઈલ ફોન અને 8 કોન્ડોમ મળી કુલ રૂ.56,050 નો મુદ્દામાલ કબજે કરી છ ભારતીય મહિલાઓને મુક્ત કરાવી

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
પુણામાં હોટલમાં ચાલતું કુટણખાનું ઝડપાયું : મહિલા સંચાલક, ત્રણ ગ્રાહક ઝડપાયા 1 - image


- આઈમાતા ચોક અભિલાષા હાઈટસમાં પોલીસની રેડ : છ મહિનાથી જેનીથ હોટલ-ગેસ્ટ હાઉસની આડમાં પલસાણાની આસ્મા ઉર્ફે સુરૈયા અને તેનો પુત્ર તેમજ તેનો મિત્ર કુટણખાનું ચલાવતા હતા

- એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરી રોકડા રૂ.21,050, ત્રણ મોબાઈલ ફોન અને 8 કોન્ડોમ મળી કુલ રૂ.56,050 નો મુદ્દામાલ કબજે કરી છ ભારતીય મહિલાઓને મુક્ત કરાવી


સુરત, : સુરતના પુણા પોલીસ મથકની હદમાં પુણા કુંભારીયા રોડ આઈમાતા ચોક અભિલાષા હાઈટસમાં છ મહિનાથી જેનીથ હોટલ-ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરી મહિલા સંચાલક, ત્રણ ગ્રાહકને ઝડપી પાડી ત્યાંથી રોકડા રૂ.21,050, ત્રણ મોબાઈલ ફોન અને 8 કોન્ડોમ મળી કુલ રૂ.56,050 નો મુદ્દામાલ કબજે કરી છ ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી.જયારે મહિલા સંચાલકના પુત્ર અને તેના મિત્ર તેમજ હોટલની જગ્યાના મૂળ માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે પીઆઈ એ.એન.ગાબાણી અને સ્ટાફે ગતસાંજે પુણા પોલીસ મથકની હદમાં પુણા કુંભારીયા રોડ આઈમાતા ચોક પાસે અભિલાષા હાઈટસના પહેલા માળે દુકાન નં.43 થી 47 માં બનાવેલા જેનીથ હોટલ-ગેસ્ટ હાઉસમાં રેડ કરી હતી.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને ત્યાં એક રૂમમાંથી ત્રણ ભારતીય મહિલા બેસેલી મળી હતી.જયારે અન્ય ત્રણ રૂમમાંથી ત્રણ ભારતીય મહિલા અને ત્રણ પુરુષ કઢંગી હાલતમાં મળ્યા હતા.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ત્યાંથી મહિલા સંચાલક સુરૈયા ઉર્ફે આસમા ફારૂક શેખને ઝડપી પાડી ત્યાંથી રોકડા રૂ.21,050, રૂ.35 હજારની મત્તાના ત્રણ મોબાઈલ ફોન અને 8 કોન્ડોમ મળી કુલ રૂ.56,050 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મહિલા સંચાલક સુરૈયા ઉર્ફે આસમા ફારૂક શેખની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે છ મહિના અગાઉ આ હોટલની જગ્યા મૂળ માલિક ગૌરાંગ કિશોરભાઈ દેસાઈ પાસેથી ભાડે રાખી પુત્ર શાહરૂખ અને તેના મિત્ર અજયગીરી મેઘનાથી સાથે મળી કુટણખાનું ચલાવતી હોવાની કબૂલાત કરી હતી.

તેની પુછપરછમાં વધુમાં જાણવા મળ્યું હતું કે શાહરુખ અને તેનો મિત્ર અજયગીરી લલનાઓને હોટલમાં મોકલી ગ્રાહકોને બોલાવી રૂમમાં મોકલતો હતો.તેઓ ગ્રાહક પાસેથી શરીરસુખ માણવા માટે રૂ.1 હજાર લઈ લલનાને રૂ.500 આપતા હતા.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે આ અંગે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મહિલા સંચાલક અને ત્રણ ગ્રાહકની ધરપકડ કરી હતી.જયારે મહિલા સંચાલકના પુત્ર અને તેના મિત્ર તેમજ હોટલની જગ્યાના મૂળ માલિકને વોન્ટેડ જાહેર કરી ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પુણામાં હોટલમાં ચાલતું કુટણખાનું ઝડપાયું : મહિલા સંચાલક, ત્રણ ગ્રાહક ઝડપાયા 2 - image


કોણ કોણ પકડાયું

(1) સંચાલક સુરૈયા ઉર્ફે આસમાં ફારૂક શેખ ( ઉ.વ.36, રહે.ઘર નં.224, ઇટારવા સોસાયટી, પલસાણા ચોકડી પાસે, સુરત )
(2) ગ્રાહક સંજયકુમાર બનવારીલાલ શર્મા ( ઉ.વ.32, રહે.303, શ્રીનીધી સોસાયટી, ડુંભાલ ટેનામેન્ટ, પુણાગામ, સુરત. મૂળ રહે.સંન્વાલોદા, જી.શીકર, રાજસ્થાન )
(3) ગ્રાહક અલીહુસૈન નુરમોહમ્મદ અંસારી ( ઉ.વ.24, રહે.ગલી નં.1, ઘર નં.566, ઉલવાડી, મીઠીખાડી, લીંબાયત, સુરત. મૂળ રહે.મદૌલી, તા.આરા, જી.ભોજપુર, બિહાર )
(4) ગ્રાહક સમસુલ સબ્બીર અંસારી ( ઉ.વ.24, રહે.ઘર નં.224, શાંતીનગર સોસાયટી, આસપાસ દાદાના મંદિર પાસે, ગોડાદરા, સુરત. મૂળ રહે.બધેલી, તા.જાંબુઆ, જી.ગીરડી, ઝારખંડ )

વોન્ટેડ
(1) સંચાલક સુરૈયા ઉર્ફે આસમાનો દિકરો શાહરૂખ ફારુક શેખ ( રહે.પ્લોટ નં.23, સફીના પાર્ક-1, ઈટારવા, સર્વોત્તમ હોટલ પાસે, પલસાણા, સુરત )
(2) સંચાલક અને શાહરૂખનો મિત્ર અજયગીરી મેઘનાથી ( રહે.કડોદરા )
(3) હોટેલની જગ્યાનો મુળ માલિક ગૌરાંગ કિશોરભાઇ દેસાઇ


હોટલમાં ફર્નિચરનું કામ ચાલતું હતું અને ત્યાં ત્રણ રૂમમાંથી યુવતીઓ-ત્રણ ગ્રાહક કઢંગી હાલતમાં મળ્યા

સુરત, : આઈમાતા ચોકના અભિલાષા હાઈટસમાં ગત માર્ચ મહિનામાં બે સ્પામાં રેડ કરી કુટણખાનું ઝડપી પાડનાર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ગતસાંજે યોયો હોટલના નામથી ચાલતી હોટલ જેનીથમાં રેડ કરી ત્યારે ત્યાં એક તરફ હોટલમાં ફર્નિચરનું કામ ચાલતું હતું અને ત્યાં ત્રણ રૂમમાંથી લલનાઓ અને ત્રણ ગ્રાહક કઢંગી હાલતમાં મળ્યા હતા.આ અંગે પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે છ મહિનામાં સારી કમાણી થતા વધુ ત્રણ રૂમ બનાવવા માટે શાહરૂખે સગરામપુરાના બે કારીગરને બોલાવ્યા હતા.

પુણામાં હોટલમાં ચાલતું કુટણખાનું ઝડપાયું : મહિલા સંચાલક, ત્રણ ગ્રાહક ઝડપાયા 3 - image

અજયગીરીના સ્પામાં તમે ખોટા ધંધા કરો છો કહી ત્રણ વ્યક્તિએ ચપ્પુ બતાવી પૈસાની માંગણી કરી હતી

સુરત, : જેનીથ હોટલની આડમાં કુટણખાનું ચલાવતા આસ્મા, તેનો પુત્ર શાહરુખ અને અજયગીરી પૈકી આસ્મા જૂન 2022 માં રાજમંદિર કોમ્પ્લેક્ષમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવતી ઝડપાઈ હતી.જયારે અગાઉ ડીંડોલીમાં રહેતો અજયગીરી જૂન 2022 માં અને ગત માર્ચ મહિનામાં કુટણખાનું ચલાવતા ઝડપાયો હતો.એપ્રિલ 2019 માં તેના સ્પામાં તમે ખોટા ધંધા કરો છો કહી ત્રણ વ્યક્તિએ ચપ્પુ બતાવી પૈસાની માંગણી કરી હતી.પુણા પોલીસે તે સમયે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી હતી.


Google NewsGoogle News