જેતપુરમાં ગોડાઉનમાંથી કુટણખાનું ઝડપાયું: સંચાલક સહિત 6ની અટકાયત

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
જેતપુરમાં ગોડાઉનમાંથી કુટણખાનું ઝડપાયું: સંચાલક સહિત 6ની અટકાયત 1 - image


બોગસ ગ્રાહક મોકલી પોલીસે દરોડો  પાડયો ગોડાઉનમાં પ્લાયવૂડના પાર્ટીશનથી રૂમ બનાવી બહારથી મહિલાઓ બોલાવી દેહ વ્યાપાર કરાતો હતો 

જેતપુર, : જેતપુરમાં અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે. ત્યારે જૂનાગઢ રોડ પર જલારામ મંદિર પાસેના ગોડાઉનમાં ગેરકાયદેસર કુટણખાનું ધમધમતું હોવાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બોગસ ગ્રાહક મોકલી છાપો મારતાં ગોડાઉનમાં પ્લાયવુડના પાર્ટીશનથી રૂમ બનાવી કુટણખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસે સંચાલક સહિત 6  શખ્સોની ધરપકડ કરી 81,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુર જૂનાગઢ રોડ પર આવેલ ગોડાઉનમાં છેલ્લા ઘણા સમયથી કુટણખાનું ધમધમતું હોવાની ડીવાયએસપી આર.એ. ડોડીયાને મળેલી બાતમીના આધારે ગઈકાલે રાત્રે બોગસ ગ્રાહક મોકલી પોલીસ કાફલા સાથે ગોડાઉનમાં છાપો માર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ગોડાઉનમાં પ્લાયવુડના પાર્ટીશનથી અલગ અલગ રૂમો બનાવી હતી. જ્યારે વેશ્યાવૃત્તિ માટે બહારથી મહિલાઓ બોલાવી ગ્રાહકો પાસેથી 600 રૂપિયા પડાવવામાં આવતાં હતાં. જેમાંથી 300 રૂપિયા ગોડાઉનનો માલીક પોતાના ખિસ્સામાં પધરાવી દેતો હતો. જ્યારે 300  રૂપિયા મહિલાને ચુકવતો હતો. પોલીસે ગોડાઉનના સંચાલક દિલીપસિંહ મહિપતસિંહ વાઢેર (ઉ. 31) તેમજ રંગરેલીયા મનાવવા આવેલા જેતપુરના મંડલીપુર ગામના ગુલસિંગ નાથીયાભાઈ મીનાવર (ઉ. 32), ધોરાજીના નિલેશ મથુરભાઈ સરવૈયા (ઉ. 33), જેતપુર દેસાઈવાડીના પારસ જયેશભાઈ વેકરીયા (ઉ. 23), જેતપુરના ખોડપરાનાં રાજેશ સુરેશભાઈ બરવાડીયા (ઉ.21) અને ધોરાજી વિસી પ્લોટના ભગુભાઈ ગોબરભાઈ ગુજરાતી (ઉ. 60)ની ધરપકડ કરી હતી.

પોલીસે ગોડાઉનના માલીક સહિતના તમામ શખ્સો સામે ટ્રાફીક ઈમોરલ એકટ હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે ગોડાઉનની જડતી લેતાં તેમાંથી 17,990 ની રોકડ, 7 મોબાઈલ ફોન, 2 બાઈક અને વણવપરાયેલા 24 જેટલા કોન્ડમ મળી આવ્યા હતાં. જે કબજે કરવામાં આવ્યા છે. આ દરોડાની કાર્યવાહી જેતપુર પીઆઈ એ.ડી.પરમાર, પીએસઆઈ વી.સી. પરમાર, રવજીભાઈ, ભાવેશભાઈ સહિતના સ્ટાફે કરી હતી અને ગોડાઉનમાંથી મળી આવેલી મહિલાઓના પોલીસે નિવેદન લઈ તેઓને જવા દીધી હતી.


Google NewsGoogle News