Get The App

રૃા.1.22 કરોડની ક્રેડીટ ઉસેટી લેવાના કૌભાંડમાં બ્રોકર ઉમંગ પટેલની ધરપકડ

ખતવંગા ટ્રેડ કોર્પો. તથા મે.આર.કે.એન્ટરપ્રાઈઝની પ્રિમાઈસીસમાં ડીજીજીઆઈની તપાસમાં બોગસ પેઢીના નામે બોગસ બીલીંગ પકડાયું હતું

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
રૃા.1.22 કરોડની ક્રેડીટ ઉસેટી લેવાના કૌભાંડમાં બ્રોકર ઉમંગ પટેલની ધરપકડ 1 - image


સુરત

ખતવંગા ટ્રેડ કોર્પો. તથા મે.આર.કે.એન્ટરપ્રાઈઝની પ્રિમાઈસીસમાં ડીજીજીઆઈની તપાસમાં બોગસ પેઢીના નામે બોગસ બીલીંગ પકડાયું હતું

બોગસ પેઢીના નામે માલ સપ્લાય કર્યા વિના બોગસ બીલીંગના આધારે કુલ રૃ.1.22 કરોડની આઈટીસી ઉસેટવાના કેસમાં ડીજીજીઆઈએ આજે મોડી સાંજે બ્રોકર ઉમંગ પટેલની સીજીએસટી એક્ટના ભંગ બદલ ધરપકડ કરી મોડી સાંજે કોર્ટમાં રજુ કરી 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ કરી હતી.જેથી કોર્ટે શકદારને જેલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો.

સુરત ડીજીજીઆઈ દ્વારા ઈન્ટેલિઝન્સ ઈમ્પુટસના આધારે ગઈ તા.4 ઓક્ટોબરના રોજ મેસર્સ ખાતવંગા ટ્રેડ કોર્પોરેશન એલએલપી તથા સહરા દરવાજા લાલ પરમ ડોક્ટર હાઉસ સ્થિત મે.આર.કે.એન્ટરપ્રાઈઝની પ્રિમાઈસીસ પર તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન મે.આર.કે.એન્ટરપ્રાઈઝ જાહેર કરેલા સરનામા પર અસ્તિત્વ ધરાવતી નહોતા.જેથી ડીજીજીઆઈની ટીમે મે.ખતવંગા  ટ્રેડ કોર્પો.ના ધંધાકીય પ્રિમાઈસીસની તપાસ દરમિયાન હાથ લાગેલા વાંધાજનક દસ્તાવેજોમાં અનેક અસંગતતા બહાર આવી હતી.જેથી ડીજીજીઆઈએ મે.ખતવંગા  ટ્રેડ કોર્પોરેશનના ભાગીદાર ઋત્વિક દેસાઈ તથા સન્ની પટેલના સ્ટેટમેન્ટ લીધા હતા.જે મુજબ મે.આર.કે.એન્ટરપ્રાઈઝ દ્વરાા ક્યારેય માલ સપ્લાય કરવામાં આવ્યો નહોતો.બોગસ બીલીંગના આધારે અંદાજે 1.22 કરોડની આઈટીસીની ઉસેટવાનો કારસો રચવામાં આવ્યો હતો.

જે અંગે બ્રોકર ઉમંગ પટેલે માલ સામાનની સપ્લાય કર્યા વિના બોગસ બીલીંગની સુવિધા પુરી પાડવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.જેથી ડીજીજીઆઈની ટીમે ગઈકાલે તા.18મી ઓક્ટોબરના રોજ અડાજણ એલપી સવાણી રોડ સ્થિ નિશ્ચલ આર્કેડમાં જી-50માં દુકાન ધરાવતા ઉમંગ પટેલની પ્રિમાઈસીસ પર તપાસ હાથ ધરીન વાંધાજનક ઈલેકટ્રોનિક્સ તથા દસ્તાવેજી પુરાવા જપ્ત કરીને નિવેદન લીધું હતુ.જેના આધારે ડીજીજીઆઈની ટીમે શકદાર ઉમંગ પટેલની બોગસ બીલીંગ કાંડમાં ધરપકડ કરીને ઓજે મોડી સાંજે કોર્ટમાં રજુ કરી 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડ માંગ્યા હતા.જેના વિરોધમાં બચાવપક્ષે રાહુલ મિસ્ત્રી તથા ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે શકદારની ભૂમિકા માત્ર બ્રોકર તરીકેની હોવા ઉપરાંત અન્યના નિવેદનના આધારે શંકાના આધારે સંડોવણી કરવામાં આવી છે.સુત્રોના જણાવ્યા મુજબ ઉમંગ પટેલને બોગસ બીલીંગ કાંડમાં સાગર તથા ટાઈગર નામના શખ્શ સહિત અન્ય શકદારોની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.


suratcourt

Google NewsGoogle News