Get The App

વરાછાની હીરા પેઢીના રૂ.2.75 કરોડના હીરા વેચવાના બનાવમાં દલાલની ધરપકડ

વરાછાની હીરા પેઢીના મુખ્ય મેનેજરે સાગરીતો સાથે મળી 49 હીરા વેચી માર્યા હતા

34 હીરાના પૈસા મુખ્ય મેનેજરને આપ્યા હતા

Updated: Nov 22nd, 2022


Google NewsGoogle News
વરાછાની હીરા પેઢીના રૂ.2.75 કરોડના હીરા વેચવાના બનાવમાં દલાલની ધરપકડ 1 - image


- વરાછાની હીરા પેઢીના મુખ્ય મેનેજરે સાગરીતો સાથે મળી 49 હીરા વેચી માર્યા હતા

- 34 હીરાના પૈસા મુખ્ય મેનેજરને આપ્યા હતા

સુરત, : સુરતના વરાછાની હીરા પેઢીના રૂ.2.75 કરોડના હીરા વેચવાના બનાવમાં વરાછા પોલીસે દલાલની ધરપકડ કરી છે.વરાછાની હીરા પેઢીના મુખ્ય મેનેજરે સાગરીતો સાથે મળી 49 હીરા વેચી માર્યા હતા.તે પૈકી 34 હીરા ભુતપૂર્વ કર્મચારી અને દલાલે સાથે મળી રૂ.1.50 કરોડમાં વેચી પૈસા મુખ્ય મેનેજરને આપ્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહેસાણાના ઊંઝાના વાલણ ગામના વતની અને સુરતમાં પાલ આરટીઓ પાસે વૈષ્ણવદેવી લાઈફ સ્ટાઇલ પાસે એફ/901 માં રહેતા 51 વર્ષીય અર્ણવભાઇ ચંદ્રકાંતભાઇ જોષી વરાછા ઉમીયાધામ મંદીર પાસે કે.પી.સંઘવી બિલ્ડીંગમાં વર્ધન જેમ્સન નામે હીરાની પેઢી ધરાવે છે. ડાયમંડ મેન્યુફેક્ચરીંગનું કામ કરતી તેમની પેઢીમાં પાંચ વર્ષથી મુખ્ય મેનેજર તરીકે નોકરી કરતા નીમેશભાઇ પ્રાગજીભાઇ દિયોરા ( રહે. એ/54, વિઠ્ઠલનગર સોસાયટી, વરાછા, સુરત ) એ મેનેજર સતિષભાઇ મગનભાઇ પરમાર ( રહે. ઇ/204, સ્વર્ગ રેસીડન્સી, ખોલવાડ, તા.કામરેજ, જી.સુરત ), બે વર્ષ અગાઉ કંપનીમાં કામ કરતા દિવ્યેશ દેવજીભાઇ કરકર ( રહે. સી/501, મંગલમ રેસીડન્સી, ઉત્રાણ, સુરત ) અને હીરા દલાલ કુંજન વસંતભાઇ મહેતા ( રહે. ડી/01, નીલકમલ એપાર્ટમેન્ટ, અઠવા, સુરત ) સાથે મળી રૂ.2.75 કરોડના 49 હીરા વેચી માર્યા હતા.

વરાછાની હીરા પેઢીના રૂ.2.75 કરોડના હીરા વેચવાના બનાવમાં દલાલની ધરપકડ 2 - image

આ બનાવમાં 34 હીરા વેચીને રૂ.1.50 કરોડ દિવ્યેશ કરકરને આપનાર દલાલ કુંજન વસંતભાઇ મહેતા ( ઉ.વ.35, મુળ રહે.ડભાડ, તા.ખેરાલુ, જી.બનાસકાઠા ) ની વરાછા પોલીસે ગતરોજ ધરપકડ કરી હતી.


Google NewsGoogle News