mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જીકાસ પોર્ટલનો પરપોટો ફૂટ્યો, સરકારને લીધે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ ઘટ્યાં, 20% બેઠકો પણ ન ભરાઈ

Updated: Jun 27th, 2024

Gujarat Common Admission Services (GCAS)
Image : GCAS

Gujarat Common Admission Services : રાજયભરની કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન આપવા માટે કેન્દ્રીયકૃત પ્રવેશ પધ્ધતિ સ્વીકારી છે. રાજય સરકારનાં ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા એડમિશન માટે શરૂ કરવામાં આવેલા એડમિશન પોર્ટલમાં અનેક પ્રકારની ક્ષતિઓને કારણે આ વર્ષે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનું કામ મુશ્કેલ બન્યું છે.  સરકારી એડમિશન પોર્ટલનો સૌથી વધુ લાભ ખાનગી યુનિવર્સિટીઓને થયો હોય તે રીતે આ યુનિવર્સિટીનાં મોટાભાગનાં અભ્યાસક્રમોમાં એડમિશન ફૂલ થઈ ગયાનું જાણવા મળે છે. 

કેન્દ્રીયકૃત એડમિશનની પધ્ધતિ અમલમાં

ગુજરાતમાં વર્ષોથી મેડીકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે કેન્દ્રીયકૃત એડમિશનની પધ્ધતિ અમલમાં છે. જેમાં મેરીટ મુજબ પસંદગીની કોલેજમાં વિદ્યાર્થીઓને એડમિશન મળે છે. અલબત આ પ્રક્રિયા સાયન્સ, આર્ટસ, કોમર્સ કોલેજ અને અનુસ્નાતક ભવનોમાં અમલમાં લાવવા માટે આ વર્ષે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જીકાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ હતું. જેમાં એડમિશનનો પ્રથમ રાઉન્ડ તારીખ 27નાં પુરો થશે. 

ટેકનીકલ કારણથી એડમિશન કન્ફર્મ નથી થયુ

આ રાઉન્ડ દરમિયાન જે ક્ષતિઓ જોવા મળી છે તે વિશે અધ્યાપકોએ જણાવ્યુ હતું કે પોર્ટલે પૈસા લઈ વિદ્યાર્થીઓના જે રજીસ્ટ્રેશન કર્યા છે. તેનો ડેટા સંબંધિત કોલેજોને જે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તેમાં રાજકોટમાં દક્ષિણ ગુજરાતનાં અનેક વિદ્યાર્થીઓની વિગતો મળી છે. બહેનોની કોલેજ હોવા છતાં ભાઈઓનાં નામની વિગતો પણ મોકલવામાં આવી છે. જે કોલેજોમાં ટેકનીકલ કારણથી એડમિશન કન્ફર્મ નથી થયુ તે વિદ્યાર્થીને બીજા રાઉન્ડમાં એડમિશન મળશે કે કેમ ? તે અનિશ્ચિત બન્યુ છે. 

સૌથી વધુ લાભ ખાનગી યુનિવર્સિટીઓને થયો 

નોંધનીય છે કે ગામડામાં રહેતા અનેક વિદ્યાર્થીઓ એડમિશન પોર્ટલની વિગતોથી વંચિત રહ્યા છે. સાયબર કાફેની મદદથી જે વિદ્યાર્થીઓએ એડમિશન ફોર્મ ભર્યા છે તેમાં કોલેજની પસંદગીના નામોમાં પણ ક્ષતિઓ જોવા મળી છે. કેટલાય વિદ્યાર્થીઓ પોતાનાં એડમિશન કન્ફર્મ કરવા માટે જાતિનું પ્રમાણપત્ર નિયત સમયમાં રજૂ કરી શકયા નથી. આ સ્થિતિમાં સૌથી વધુ લાભ ખાનગી યુનિવર્સિટીઓને થયો છે. તેજસ્વી છાત્રો સાદી ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશથી વંચિત રહ્યા છે. એડમિશન પ્રક્રિયાનું પોર્ટલ પણ ધીમું ચાલતું હોવાને લીધે અનેક મુશ્કેલીઓ ઉભી થઈ હોવાથી વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા હોવાનું જણાવાયું હતું.

જીકાસ પોર્ટલનો પરપોટો ફૂટ્યો, સરકારને લીધે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ ઘટ્યાં, 20% બેઠકો પણ ન ભરાઈ 2 - image

Gujarat