ગમ્મત સાથે જ્ઞાન: બ્રાઇટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં સર્વેશ ત્રિપાઠી મેક્સ સાયન્સ અને કોચિંગની શરૂઆત
Bright International School Partners with Max Science : આધુનિક યુગમાં જ્યાં વિશ્વ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધી પહોંચી ગયું છે ત્યારે શિક્ષણ જગતમાં પણ આધુનિક દ્રષ્ટિકોણની જરૂર છે. જેમાં માત્ર ચોપડિયું જ્ઞાન જ નહીં, બાળકો ટેકનોલોજી અને રમત ક્ષેત્રે ક્યાંય પાછળ ન પડે તે રીતે તૈયાર કરવાની જરૂર છે. ગાંધીનગરના કરાઇ ગામ રોડ પર આવેલી બ્રાઇટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાત હજારથી વધુ વિદ્યાર્થીઓના ઘડતરમાં શિક્ષણની સાથે સાથે સોફ્ટ સ્કિલ્સ એટલે કે કૌશલ્ય વિકાસ પણ કરવામાં આવે છે. એવામાં હવે શાળા દ્વારા સર્વેશ ત્રિપાઠી મેક્સ સાયન્સ પાર્ટનરશિપ તથા કોચિંગની સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. જેના માટે આજે વાલીઓને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. બાળકો માટે આ પ્લેટફોર્મ માત્ર એક મંચ નહીં પરંતુ આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ માટે એક તક છે.
બ્રાઇટ ઈન્ટરનેશનલ સ્કૂલ 1971થી ચાલી રહી છે જેમાં બાળકોમાં લીડરશિપ અને કોમ્યુનિકેશન સ્કિલ્સનો પણ વિકાસ થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવે છે. માત્ર વાંચીને પરીક્ષા આપવાનું શિક્ષણ નહીં, અહીં ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે જેથી બાળકોમાં ટીમ વર્ક, ઈમોશનલ ઈન્ટેલિજન્સનો પણ વિકાસ થઈ શકે.
શાળામાં મળે છે અદ્યતન સુવિધાઓ:
સ્પેશિયલ લેબોરેટરી
લાઇબ્રેરી
સ્પોર્ટ્સ
યોગ
મ્યુઝિક
સ્કેટિંગ
હૉલ
સ્કૂલ બસનું લાઈવ GPS લોકેશન
સર્વેશ ત્રિપાઠી મેક્સ સાયન્સ
શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભય ગણિત અને વિજ્ઞાનમાં જ હોય છે. પરંતુ બ્રાઇટ ઈન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતની પહેલી એવી શાળા છે જ્યાં પ્લેગ્રૂપથી સાતમા ધોરણ સુધીના બાળકોને 'પ્રેક્ટિકલ લર્નિંગ' આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ ગોખણિયા જ્ઞાન કરતાં વિજ્ઞાનના રહસ્યોને સરળતાથી સમજી શકે તે માટે સર્વેશ ત્રિપાઠી મેક્સ સાયન્સ વચ્ચે પાર્ટનરશિપ કરવામાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓ વિજ્ઞાનથી દૂર ભાગતા હોય છે, ત્યાં હવે પ્રેક્ટિકલ પ્રયોગોના કારણે વિજ્ઞાન જ તેમનો મનગમતો વિષય બની ગયો છે. સર્વેશ ત્રિપાઠી મેક્સ સાયન્સ પ્રોગ્રામના કારણે વિવિધ બાળકોની ક્રિએટિવિટી ખૂલીને બહાર આવે છે તથા વિજ્ઞાનનું શિક્ષણ સરળતાથી જિંદગીભર માટે યાદ રહી જાય છે. વિદ્યાર્થીઓ જ નહીં, વાલીઓ તથા શિક્ષકો પણ સર્વેશ ત્રિપાઠી સાયન્સ કોમ્યુનિટીમાં જોડાઈ શકે છે. અત્યાર સુધી 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામ સાથે જોડાઈ ચૂક્યા છે.
કોચિંગની સુવિધાની શરૂઆત
બ્રાઇટ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા DRASTIC COACHINGની શરૂઆત કરવામાં આવી છે, જેમાં બાળકોને વ્યાજબી ફીસમાં ગુણવત્તાવાળું શિક્ષણ આપવામાં આવશે જેમાં AC કોચિંગ ક્લાસ રૂમની સાથે સાથે સાયન્સ લેબની પણ સુવિધા મળી રહેશે. અહીં ધોરણ ત્રણથી 12, તથા JEE અને NEETનું પણ કોચિંગ આપવામાં આવશે.