Get The App

સુરત જીમ-સ્પા દુર્ઘટના: બીયુ પરમિશન બાદ અનઅધિકૃત ફેરફાર માટે માલિક-કબજેદાર બંને જ જવાબદાર

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
સુરત જીમ-સ્પા દુર્ઘટના: બીયુ પરમિશન બાદ અનઅધિકૃત ફેરફાર માટે માલિક-કબજેદાર બંને જ જવાબદાર 1 - image


Surat Gym and Spa Fire Case: સુરતના અઠવા ઝોનમાં સીટી લાઈટ વિસ્તારમાં શિવપૂજા કોમ્પ્લેક્ષના ત્રીજા માળે જીમ-સ્પામાં આગ લાગતા બે યુવતીઓના મોત થયા છે. આ કોમપ્લેક્ષમાં 2019ની તક્ષશિલા દુર્ઘટનાની જેમ બીયુ પરમિશન બાદ ગેરકાયદે બાંધકામ કરાયું હતું. તક્ષશિલા પ્રકરણમાં કબજેદાર સાથે બિલ્ડરની જવાબદારી પણ નક્કી કરવામાં આવી હતી.

પરંતુ સ્પા અને જીમની આગ દુર્ઘટનાના 48 કલાક બાદ પણ કબજેદાર સામે પગલાં ભરવા માટે મ્યુનિ. મક્કમ છે. પરંતુ રાજકીય અને વગના કારણે મ્યુનિ.ના આકારણી ચોપડે જે બિલ્ડરનું નામ છે તેને બચાવી લેવા માટે તંત્ર દ્વારા હવાતિયા મારવામાં આવી રહ્યાં છે. તેમાં અઠવા ઝોનની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી રહી છે.

બુધવારે મોડી સાંજે સીટીલાઈટ રોડ પર શિવપૂજા કોમ્પ્લેક્ષના ત્રીજા માળે મેસર્સ જીમ ઇલેવન અને એએલએફ હેરબ્યુટી લોન્જમાં શોર્ટ સરકીટના કારણે આગ લાગતા સિક્કિમની બે યુવતીના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ મ્યુનિ.-પોલીસ અને કેટલાક રાજકારણીઓ બિલ્ડરને બચાવવા માટે સક્રિય થયા હતા. જીમ અને સ્પાના સંચાલકને ગળામાં ગાળીયો ફસાવી મિલકત જેના નામે છે તે બિલ્ડરને બચાવવા માટે હવાતિયા મારી રહ્યાં છે અને તેમાં થોડી સફળતા પણ મળી છે.

મ્યુનિ.ના શહેર વિકાસ વિભાગે શુક્રવારે સવારે શિવપૂજા કોમ્પ્લેક્ષની તમામ વિગતનો રિપોર્ટ પોલીસને મોકલી આપ્યો હતો. જેમાં જણાવ્યા મુજબ આ કોમ્પલેક્ષનો પ્લાન 2002માં મંજુર કરાયો હતો, 2004માં બે તબક્કામાં બીયુ પરમીશન આપવામાં આવી હતી. 2011ના ઈમ્પેક્ટ ફીના નિયમો મુજબ અનુક્રમે 34 લાખ અને 24 લાખ રકમ ભરીને મિલકત કાયદેસર કરવામાં આવી હતી. 

આ / મિલકત અનિલ રૂંગટા નામના બિલ્ડરે ભૂપેન્દ્ર પોપટ પાસેથી ખરીદી હતી. અને હાલ આકારણી ચોપડે અનિલ રૂંગટાનું નામ ચાલે છે, તે વગદાર વ્યક્તિ છે, તેથી અઠવા ઝોન દ્વારા રાજકીય વગ કે અન્ય વગને તાબે થઈને પોલીસને આકારણી અંગેની વિગત આપી ન હોવાની ચર્ચા જોરશોરમાં થઈ રહી છે. બીજી તરફ ચાર હજાર સ્કે.ફૂટમાં જીમ અને સ્પા ચાલે છે, તેમાં બીયુ પરમિશન બાદ ગેરકાયદે રૂમ બનાવી દેવાયા છે અને તેના માટે અલાયદી ફાયર પરમિશનની જરૂર હોવા છતાં તે લેવામાં આવી નથી.



Google NewsGoogle News