બોટાદ નગરપાલિકાએ છેલ્લા 3 માસમાં વ્યવસાય વેરાની 4.50 લાખ પેનલ્ટી વસુલી
- ચાલુ માસમાં 150 દુકાનદારોને નોટીસ અપાઈ
- 31 માર્ચ સુધીમાં વધુ 20 લાખની પેનલ્ટી સાથેની ટેક્સ ભરાવાની સંભાવના
મળતી વિગતો મુજબ બોટાદ શહેરની નગર પ્રાથમિક દ્વારા ગુમાસ્તા ધારા અંગેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત વેપારીઓએ શોપ્રજીસ્ટ્રેશન કરાવ્યા વગરના અને વ્યવસાય વેરો બાકી બોલતો હોવાનું ધ્યાને આવતા શોપ ઈન્સપેકટર દ્વારા ચાલુ માસમાં ૧૫૦ દુકાનદારોને નોટીસ આપવામાં આવી છે. જ્યારે રેગ્યુલર ટેક્સની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર હતી અને ત્યારબાદ ગુજરાત રાજ્ય વ્યવસાય વેરા અધિનિયમ ૧૯૭૬ની કલમ-૧૧ની જોગવાઈ મુજબ ૧૮ ટકા દંડનીય વ્યાજ સાથે વસુલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંગે મળતી વિગતો મુજબ છલ્લા ત્રણ માસમાં વિવિધ વેપારી પાસેથી પ્રોફેશનલ ટેક્સ પેનલ્ટી પેટે કુલ ૪.૫૦ લાખની વસુલાત કરવામાં આવી છે. જ્યારે વ્યવસાય વેરાની કુલ આવકનો આંક ૭૫.૩૫ લાખે પહોંચ્યો છે. જોકે ટાર્ગેટ મુજબ એક કરોડન ોટેક્સ નિશ્ચિત કરાયો છે. જ્યારે અંતિમ તારીખ ૩૧ માર્ચ સુધીમાં ૨૦ લાખની ટેક્સ પેટે આવક થાય તેવી સંભાવના શોપ ઈન્સ્પેકટર દ્વારા વ્યક્ત કરાય છે. જ્યારે આટલી મુદત બાદ પણ ટેક્સ બાકી રહેશે તો જુના વર્ષનાં ૧૮ ટકા અને નવા વર્ષનાં ટેક્સમાં પણ ૧૮ ટકાનો ઉમેરો કરી વસુલાત કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.