Get The App

થર્ટી ફર્સ્ટ માટે દારૂ મંગાવનાર બૂટલેગર ઝડપાયો

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
થર્ટી ફર્સ્ટ માટે દારૂ મંગાવનાર બૂટલેગર ઝડપાયો 1 - image


31મી ડિસેમ્બરને અનુલક્ષીને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બૂટલેગરને ફતેગંજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને પોલીસ દ્વારા લિસ્ટેડ બૂટલેગરોની હિલચાલ પર નજર રાખવામાં આવી  રહી છે.  નવાયાર્ડ દિપ સિનેમા  પાસે શ્રી નગરમાં રહેતા લિસ્ટેડ બૂટલેગર અજય સંજયભાઇ  પાટિલના ઘરે ફતેગંજ પોલીસે તપાસ  હાથ ધરી હતી.  પંચોને સાથે રાખી  પોલીસે તેના ઘરે જતા અજય મળી આવ્યો હતો. ત્રણ મજલી મકાનના પહેલા માળે જઇને તપાસ કરતા બાથરૃમના દરવાજાની પાછળ દિવાલમાં બાકોરું પાડેલું હતું. તેમાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ - અલગ બ્રાંડની 110 બોટલ કિંમત રૂપિયા 39,790ની મળી આવી હતી.


Google NewsGoogle News