અમે તો દારૂનો ધંધો અહીંયા જ કરીશું..!! વડોદરામાં બુટલેગરનો છ લોકો પર ચપ્પુ-તલવારથી હુમલો
Vadodara Crime : વડોદરા તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા યુવક પર બુટલેગર સહિત તેના પિતાએ ચાકુ તથા તલવાર વડે હુમલો કર્યો હતો. અમે તો દારૂનો ધંધો અહીંયા જ કરીશું તારાથી થાય તે કરી લેજે તેમ કહી છોડાવવા વચ્ચે પડેલા યુવકના ફુવા ભાઈ સહિતના મિત્રો મળી છ લોકો પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા પુત્રને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા વિશાલ વિનુભાઈ લુહારે ફરિયાદ નોંધાવી છે કે 5 નવેમ્બરના રોજ સાંજના સમયે હું જમીને ઘરની બહાર શેરીમાં મારા મિત્ર જાવેદ સાથે ઉભો હતો. દરમિયાન અગાઉ મારો મિત્ર વિકકી હેમંત જોશી કે જે હાલ મકરપુરા ગામ જલારામનગર ખાતે રહે છે, પરંતુ તે વધારે અમારા તરસાલી વુડાના મકાનમાં તેની બેઠક છે તે વિકિ જોશી તથા તેના પિતા હેમંત જોષી મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો તે વખતે આ વિક્કીએ મને છાતીના નીચેના પેટના ભાગે ચપ્પુ મારી દીધુ હતું તથા તેના પિતા હેમંત જોશી તલવાર હુમલો કર્યો હતો અને ગડદાપાટુની માર મારી જાહેરમાં ગાળો બોલવા લાગ્યો હતો અને મને જણાવ્યુ કે હું અહીં દારૂનો ધંધો કરવાનો છું તારાથી થાય તે કરી લેજે તેવી ધમકી આપી હતી. મારા સગા ફુવા નામે હરિદાસ મારથી બચાવવા માટે વચ્ચે પડેલ તો તેણે વીકીએ મારા ફુવાને હથોળી અને ચપ્પુ મારી દીધુ હતું. ગાડીમાં બેસાડી હોસ્પિટલ ખાતે થઈ જતા હતા. તે વખતે મને ગાડીમાં બેસાડતી વખતે વિકી તથા તેના પિતાએ મારા તથા મારી હાજર મિત્રો વિગેરે સાથે ઝઘડો આજે તમે બચી ગયા પરંતુ બીજીવાર ધ્યાન રાખજો તેમ કહી મને ધમકી આપી હતી. મને, મારા ફુઆ હરિદાસભાઈ લુહાર અને ભાઈ સહિત છ જણાને ઇજાઓ પહોંચી હોય સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મકરપુરા પોલીસે યુવકની ફરિયાદના આધારે બુટલેગર તેના પિતા હેમંત જોશી વિરોધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.