ક્યારે અટકશે ધમકીનો સિલસિલો? હવે વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી હડકંપ
Bomb Threat To IndiGo Flight At Vadodara Airport : ગુજરાત અને દેશભરમાં હોટલ, ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો યથાવત છે, ત્યારે રાજ્યના વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. જેમાં ફ્લાઈટ નંબર-807માં બોમ્બ મુક્યો હોવાની ધમકી મળતાની સાથે સ્થાનિક પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવીને સઘન તપાસ શરૂ કરી.
90 ટકા ધમકીઓ ઈંગ્લેન્ડમાંથી મળી હોવાનું ખુલાસો
મળતી માહિતી પ્રમાણે, છેલ્લા 15 દિવસમાં 250થી વધુ ભારતીય એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં 90 ટકા ધમકીઓ ઈંગ્લેન્ડમાંથી મળી હોવાનું ખુલાસો થયો છે. ધમકી આપનારાએ વીપીએનનો ઉપયોગ કરીને મોટાભાગે સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. જેમાં વિદેશનું લોકેશન હોવાનું જણાય છે.
અગાઉ પણ રાજકોટની જાણિતી 10 ફાઈવ સ્ટાર હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી તંત્ર દોડતું થયું હતું. જેને લઈને વધુ તપાસ કરતા જર્મનીથી ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવાનો ખુલાસો થયો હતો.