બોગસ બીલીંગથી રૃા. 73.78 કરોડની ક્રેડીટ ઉસેટનાર ઉમંગ પટેલના જામીન નકારાયા
અગાઉ 21 બોગસ પેઢી મારફત રૃા.40.95 કરોડની ક્રેડીટ ઉસેટી હતીઃ ગુનાઇત ઇતિહાસ હોવાથી પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ
સુરત
અગાઉ 21 બોગસ પેઢી મારફત રૃા.40.95 કરોડની ક્રેડીટ ઉસેટી હતીઃ ગુનાઇત ઇતિહાસ હોવાથી પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ
ડીજીજીઆઈના
વાપી યુનિટ દ્વારા ત્રણ બોગસ પેઢીઓના નામે કરોડો રૃપિયાના બોગસ બીલીંગ કૌભાંડ
આચરીને ખોટી રીતે આઈટીસી ઉસેટી સીજીએસટી એક્ટના ભંગના ગુનામાં જેલભેગા કરેલા
આરોપી ઉમંગ પટેલની વિલંબિત ટ્રાયલ તથા
પ્રિ-ટ્રાયલ પનીશમેન્ટની સંભાવનાને લક્ષમાં લઈને કરેલી જામીનની માંગને એડીશ્નલ
સેશન્સ જજ દેવેન્દ્ર એસ.જોશી એ નકારી કાઢી
છે.
ડીરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટીલીઝન્સ વાપી યુનિટ દ્વારા મે.ખટવાંગા ટ્રેડ કોર્પોરેશન એલએલપીના સંચાલક ઉમંગ જોગેશભાઈ પટેલ (રે.ધ પરશુુટ ઓફ હેપ્પીનેશ,પાલ)ની અડાજણ તથા સારોલી સ્થિત ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન કબજે કરવામાં આવેલા દસ્તાવેજોના વેરીફિકેશન દરમિયાન આરોપી ઉમંગ પટેલે ત્રણ બોગસ પેઢીઓ ઉભી કરીને માલની સપ્લાય કર્યા વિના માત્ર કાગળ પર 35.88 કરોડ તથા 37.90 કરોડના બોગસ બીલીંગ કૌભાંડ આચરીને કરોડો રૃપિયાની આઈટીસી ઉસેટી હતી.જેથી ડીજીજીઆઈએ સીજીએસટી એક્ટના ભંગ બદલ આરોપી ઉમંગ જોગેશ પટેલ(રે.ધ પરશુટ ઓફ હેપ્પીનેશ,પાલ તળાવ પાસે પાલ)ની ગઈ તા.18-10-24ના રોજ ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતાં ટ્રાયલ કોર્ટે આરોપીના જામીન નકારી જેલકસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
હાલમાં જેલવાસ ભોગવતા આરોપી ઉમંગ પટેલે દસ્તાવેજી પુરાવા આધારિત કેસમાં વિલંબિત ટ્રાયલ તથા પ્રિ ટ્રાયલ પનીશમેન્ટની સંભાવનાને લક્ષમાં લઈને સ્થાનિક રહીશ હોઈ જામીન આપવા માંગ કરી હતી.બચાવપક્ષે જણાવ્યું હતું કે ડીજીજીઆઈએ આરોપીના ધંધાકીય સ્થળો પરથી દસ્તાવેજો કબજે કર્યા હોઈ હવે વધુ રીકવરી કે ડીસ્કવરીનો પ્રશ્ન ન હોઈ પુરાવા સાથે ચેડા થવાની સંભાવના નથી.જેના વિરોધમાં સરકારપક્ષે ડીજીજીઆઈના વાપી યુનિટના ઈન્ટેલિઝન્સ ઓફીસરર રોબીન બલહારાની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.હાલના આરોપીએ આ અગાઉ પણ 21 બોગસ પેઢી ઉભી કરી 40.95 કરોડની ખોટી રીતે આઈટીસી ઉસેટી છે.જેની સામે સ્ટેમ્પ એક્ટ હેઠળ ગુના પણ નોધાયો છે.જેથી ગુનાઈત ઈતિહાસ ધરાવતા આરોપીને જામીન આપવાથી ભાગી જવાની કે સાક્ષી પુરાવા સાથે ચેડા થવા સાથે તપાસ પર વિપરિત અસર થવાની સંભાવના છે.આરોપી દ્વારા મે.ખટવાંગા ટ્રેડ કોર્પ એલએલપીના ખાતામાં 25 લાખ ટ્રાન્સફર થયા છે.જેથી આ પ્રકારના ગુનામાં જીએસટીના સમગ્ર માળખાને અસર થવા સાથે સરકારને પણ મોટું આર્થિક નુકશાન થાય તેમ છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી ઉમંગ પટેલના જામીનની માંગને નકારી કાઢી છે.