જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના ટ્રોમા વોર્ડની પાછળથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર
Jamnagar G G Hospital : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડના પાછળના ભાગમાંથી આજે સવારે તાજુ જન્મેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં ભારે દોડધામ થઈ હતી.
આ બનાવ અંગે કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃત નવજાત શિશુનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનો ગર્ભ છુપાવવા માટે બાળકને જન્મ આપી દીધા પછી મૃત અવસ્થામાં ત્યજી દીધું હોવાનું અનુમાન લગાવી નવજાતિ શિશુની માતાની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે.