નર્મદા નદીમાં ડૂબી ગયેલા અમરેલીના વેપારીની લાશ 24 કલાક બાદ મળી
Narmada : વડોદરા જિલ્લામાં પવિત્ર યાત્રાધામ ચાણોદ ખાતે મલ્હારરાવ ઘાટ પર નર્મદા નદીમાં સ્નાન કરતા ડૂબી ગયેલા અમરેલીના આધેડનો મૃતદેહ નાંદેરિયા ખાતેથી મળ્યો હતો.
અમરેલીના વિજયભાઈ બાબુભાઈ રાઠોડ ઉંમર 43 ગઈકાલે સવારે મલ્હારરાવ ઘાટે સ્નાન કરતા હતા ત્યારે એકાએક નર્મદા નદીના વહેણમાં તણાવવા લાગ્યા હતા અને નદીમાં પાણીમાં ગરક થઈ ગયા હતા.
ડભોઇ તાલુકાના તીર્થ સ્થાન ચાણોદ ખાતે અમરેલીથી સપરિવાર ધાર્મિક વિધિ માટે બાબુભાઈ વાલજીભાઈ રાઠોડ તેમજ તેમના પત્ની રંજનનાબેન બાબુભાઈ રાઠોડ અને પુત્ર વિજય ઉંમર 43 સાથે 13 જેટલા પરિવારજનો આવેલ હતા તેઓ ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલ હતા. દરમિયાન ઘટનાના 24 કલાક બાદ આજે તેમની લાશ મળી આવી હતી.