૮૫ વર્ષના વૃદ્ધનું મોત થતા મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું
ડિસેમ્બર - ૨૦૨૩ માં એકસાથે ૩૫૨ લોકોએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો
વડોદરા.છાણી વિસ્તારમાં રહેતા ૮૫ વર્ષના સિનિયર સિટિઝનનું મોત થતા તેમનો દેહ ગોત્રી મેડિકલ કોલેજને દાનમાં આપવામાં આવ્યો હતો. તેમજ તેમની આંખો આઇ બેન્કને ડોનેટ કરાઇ હતી.
જૂનાગઢ ખાતે ડિસેમ્બર - ૨૦૨૩ માં યોજાયેલા એક ધાર્મિક મહોત્સવમાં ૨૧,૯૦૦ લોકોએ ચક્ષુદાન તથા ૩૫૨ લોકોએ દેહદાનનો સંકલ્પ લીધો હતો. સંકલ્પ લેનાર પૈકી છાણી વિસ્તારમાં રહેતા ભક્ત અંબાલાલ નાગજીભાઇ પંચાલ ( ઉં.વ.૮૫) નું ગઇકાલે ઘરે કુદરતી અવસાન થયું હતું. તેમણે લીધેલા સંકલ્પના પગલે ગોત્રી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અર્પિત કરવામાં આવ્યો હતો. જેના કારણે મેડિકલના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મદદ થશે.