બાલાસિનોરના બોડેલીની સીમના કૂવામાં કેમિકલ યુક્ત પાણી આવે છે
- પ્રાંત અધિકારીને રજૂઆત કરાઇ
- ત્વરિત પાણીના સેમ્પલ લઈ કાર્યવાહી કરવા માંગણી રજૂઆતના પગલે આસપાસના ગામોમાં પણ ફફડાટ
બોડોલી ગ્રામ પંચાયત વિસ્તારની સીમમાં બોડોલી ગ્રામ પંચાયતના સરપંચ મનિષાબેન પરમારના પતિ અજીતસિંહ પરમારના કુવામાં છેલ્લા એક અઠવાડિયાથી કેમિકલવાળું પાણી આવતું હોવાના આક્ષેપ સાથે બાલાસિનોરના પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઈ છે. જેમાં જણાવ્યું છે કે, અજીતસિંહ અભેસિંહના કૂવામાં સ્થાનિક કંપનીની સાઈડમાં વેસ્ટ કેમિકલ જે ડમ્પ કરેલું છે. તે ભૂગર્ભમાં ઉતરેલું છે અને તે કેમિકલ અમારા કુવામાં આવવાથી તાત્કાલિક ધોરણે પાણીના સેમ્પલ લેવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે. આ રજૂઆતના પગલે અન્ય ગ્રામ પંચાયત વિસ્તારના લોકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે બોડેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં ઉપરોક્ત સાઈટ ૨૦૧૯માં કાર્યરત થતા આસપાસના વિસ્તારમાં લોકો દ્વારા જે તે સમયે ઉપવાસ પર બેસીને પણ વિરોધ દર્શાવાયો હતો.