સુરેન્દ્રનગર જીલ્લાની સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો
- થાન નગરપાલિકામાં 25 બેઠકો પર ભાજપ અને 3 બેઠકો પર બસપાના ઉમેદવારોની જીત થઈ
- થાન નગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થયા
- લીંબડી અને ધ્રાંગધ્રા નગરપાલિકાની એક-એક બેઠકની પેટા ચુંટણીમાં પણ ભાજપે બાજી મારી
- લીંબડી અને સાયલા તા.પં.ની એક-એક બેઠક પણ ભાજપના કબ્જે
સુરેન્દ્રનગર : રાજ્યમાં પ્રથમ વખત ૨૭ ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ૩૨ બેઠકમાંથી ૨૯માં ભાજપનો, ત્રણ પર બસપાનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લામાં સુપડા સાફ થઈ જતા હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. થાન નગરપાલિકાની ૨૮ બેઠકમાંથી ૨૫ બેઠક પર ભાજપના અને ત્રણ બેઠક પર બસપાના ઉમેદવારનો વિજય થયો છે. લીંબડી-ધ્રાંગધ્રા નગરપાલિકાની એક-એક વોર્ડની પેટા ચૂંટણી અને લીંબડી અને સાયલા તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. ૩૨ બેઠક પૈકી એક પણ બેઠકમાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો નથી.
સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તા.૧૬ ફેબુ્રઆરીના રોજ ચૂંટણી યોજાઈ હતી. થાન નગરપાલિકાની ૨૮ બેઠક પર ૧૦૭ ઉમેદવાર, ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં બે ઉમેદવાર, લીંબડી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ચાર, લીંબડી તા.પંચાયતની ઉંટડીની પેટા ચૂંટણીમાં ચાર, સાયલા તા.પંચાયતની ધારાડુંગરીની પેટા ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર મળી ૧૨૦ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં હતા. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ ૩૨ બેઠકમાંથી ૨૯માં ભાજપનો વિજય થયો છે.
ધ્રાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર.૧ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અમરાભાઈ ભરવાડનો ૧૯૨૨ મતે વિજય થયો છે. સાયલા તાલુકા પંચાયતની ધારાડુંગરી સીટ પર ભાજપના ગેલાભાઈ રણછોડભાઈ ઉગરેજાનો ૧૩૨૭ મતથી વિજય થયો છે. લીંબડી નગરપાલિકા વોર્ડ નંબર ૧ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હરદીપસિંહ વનરાજસિંહ રાણાનો ૧૨૩૪ મતથી વિજય થયો છે. લીંબડી તાલુકા પંચાયતની ઉટડી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો ૧૮૦૯ મતથી વિજય થયો છે.
થાન નગરપાલિકામાં ફરી રસાકસી બાદ ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે ભાજપના ૨૫ વિજેતા ઉમેદવારોનું શહેરના પીપળા ચોકથી વાસુકી દાદાના મંદિર સુધી સામુહિક સરધસ કાઢવામાં આવ્યું હતું ત્યાર બાદ પોતાના સ્થાનિક વોર્ડમાં પણ વિજેતા ઉમેદવારોએ ઢોલ, નગારા અને ડી.જે.ના તાલે વિજય સરઘસ કાઢયું હતું. જેમાં સ્થાનીક રહિશો, મતદારો, કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા.
થાન પાલિકામાં કોંગ્રેસ-આપને જાકારો
થાન નગરપાલિકાની ચૂંટણીમાં સૌ કોઇની નજર હતી. ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ભાજપ-૨૮, કોંગ્રેસ-૨૭, આપ-૨૮, બસપા-૯ તેમજ અપક્ષ-૧૫ મળી કુલ ૧૦૭ ઉમેદવારોએ ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું અને નવાજુની એંધાણ વર્તાઈ રહ્યા હતા. પરંતુ અંતે મતદારોએ ૨૮માંથી ૨૫ બેઠક પર ભાજપના ઉમેદવારને મત આપી ફરી નગરપાલિકામાં ભાજપને શાસન સોંપ્યું છે. બીજી તરફ થાન નગરપાલિકામા બસપાની પણ એન્ટ્રી થઈ છે. વોર્ડ નંબર ૪ની ૩ બેઠક પર બસપાના ઉમેદવારોની જીત થઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મતદારોએ જાકારો આપતા થાન નગરપાલિકાની ચુંટણીમાં બન્ને પક્ષના સુપડાઓ સાફ થઈ ગયા છે.
થાન નગરપાલિકાની ૨૮ બેઠકોના વિજેતા ઉમેદવાર
વોર્ડ ઉમેદવારનું નામ પક્ષ મળેલ મત
૧ નીતાબેન રૂદાતલા ભાજપ ૮૮૩
- ભારતીબેન ખમાણી ભાજપ ૮૬૪
- બાબભાઈ ધાંધલ ભાજપ ૮૯૪
- ભુપતભાઈ પરમાર ભાજપ ૮૪૫
૨ જયોતીબેન ખમાણી ભાજપ ૧૧૫૬
- રંજનબેન સવાડીયા ભાજપ ૧૦૨૨
- નિતિનભાઈ શિહોરા ભાજપ ૧૦૦૬
- વિજયભાઈ વારેવડીયા ભાજપ ૧૦૭૨
૩ નિર્મળાબા ઝાલા ભાજપ ૧૦૩૮
- લીલાબેન ચાવડા ભાજપ ૧૩૪૩
- હર્ષદકુમાર પાટડીયા ભાજપ ૮૫૭
- અરૂણભાઈ મકવાણા ભાજપ ૧૦૭૮
૪ પુજાબેન પરમાર બસપા ૫૩૪
- કિરણબેન મકવાણા બસપા ૫૧૦
- વિનોદભાઈ ચાવડા બસપા ૨૭૫
- આકાશભાઈ પરમાર ભાજપ ૭૦૯
૫ વર્ષાબેન ભટ્ટ ભાજપ ૧૩૯૫
- કિરણબેન જાદવ ભાજપ ૧૭૯૯
- રાજુભાઈ અલગોતર ભાજપ ૧૬૦૫
- ઘનશ્યામભાઈ અલગોતર ભાજપ ૧૫૮૧
૬ લીનાબેન ડોડીયા ભાજપ ૧૧૦૬
- પાર્વતીબેન પારઘી ભાજપ ૮૮૭
- ખોડાભાઈ મકવાણા ભાજપ ૧૪૮૭
- પ્રદયુમનસિંહ રાણા ભાજપ ૧૦૮૫
૭ રંજનબેન મકવાણા ભાજપ ૮૨૧
- રૂપાબેન મોલાડીયા ભાજપ ૧૦૧૯
- અમરશીભાઈ મકવાણા ભાજપ ૧૧૨૫
- ભાવીક લખતરીયા ભાજપ ૧૩૧૧
ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણી
વોર્ડ ઉમેદવારનું નામ પક્ષ મળેલા મત
૧ અમરાભાઈ ભરવાડ ભાજપ ૨૪૨૮
- અલ્પેશભાઈ કોંગ્રેસ ૫૦૬
લીંબડી નગરપાલિકાની પેટા ચૂંટણી
વોર્ડ ઉમેદવારનું નામ પક્ષ મળેલા મત
૧ હરદીપસિંહ વનરાજસિંહ રાણા ભાજપ ૧૩૮૭
- ભરતભાઈ માળી કોંગ્રસ ૧૫૩
- પ્રવીણભાઈ પટેલ આપ ૩૯
- જયાબેન ખુશાલભાઇ બસપા ૫૯
- નોટા ૪૫
સાયલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી
બેઠક ઉમેદવારનું નામ પક્ષ મળેલા મત
ધારાડુંગરી ગેલાભાઈ રણછોડભાઈ ઉઘરેજા ભાજપ ૧૮૭૫
- દિનેશ બચુભાઈ મદરાણીયા આપ ૫૪૮
- વજુભાઈ પુનાભાઈ સારલા કોંગ્રેસ ૪૩૩
લીંબડી તાલુકા પંચાયતની પેટા
બેઠક ઉમેદવારનું નામ પક્ષ મળેલા મત
ઉંટડી અનિલભાઇ દેવજીભાઇ ચાવડા ભાજપ ૨૧૯૩
- રમેશભાઇ રાઠોડ આપ ૩૮૪
- બેચરભાઇ પરમાર કોંગ્રેસ ૨૨૩
- બળદેવભાઇ સોલંકી બીએસપી ૩૪
- નોટા ૪૭