Get The App

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયાણી પદ્મિની બાએ અન્નનો કર્યો ત્યાગ, ભાજપની મુશ્કેલી વધી

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયાણી પદ્મિની બાએ અન્નનો કર્યો ત્યાગ, ભાજપની મુશ્કેલી વધી 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી પહેલા રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. આ નિવેદન બાદ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી હતી. મંગળવારે ભાજપ પ્રદેશ પ્રમુખે પણ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે તેમ છતા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે, રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે. ત્યારે હવે પદ્મીનીબા વાળાએ રૂપાલાના વિરોધમાં કર્યો અન્નનો ત્યાગ કર્યો છે અને સાથે ક્ષત્રિય મહિલાએ પણ આજે કહ્યું કે અમે પણ પદ્મીનીબા સાથે અન્નનો ત્યાગ કરીશું. 

મને અમદાવાદની બેઠકમાં આમંત્રણ નથી મળ્યું: પદ્મીનીબા વાળા

લોકસભા રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં પદ્મીનીબા વાળાએ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યા સુધી અન્નનો ત્યાગ કર્યો છે. તેમની સાથે ક્ષત્રિય મહિલાઓએ પણ અન્નનો ત્યાગ કર્યો છે. એક તરફ આજે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપની બેઠક યોજાશે. ત્યારે આ બેઠકમાં આમંત્રણ ન મળ્યાનું પદ્મીનીબા વાળાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેઠક ક્ષત્રિય સમાજ વચ્ચે થવી જોઈએ કોઈ આઠ વ્યક્તિ વચ્ચે ન થવી જોઈએ. રાજકોટના પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિર ખાતે પદ્મીનીબા વાળા અને ક્ષત્રિય મહિલાઓએ અન્નનો ત્યાગ કર્યો છે.

અગાઉ રૂપાલા વિવાદ શાંત પાડવા બેઠક થઈ હતી

અગાઉ મંગળવારે ગાંધીનગરમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય નેતા સાથે બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રત્નાકરજીને પણ બેઠકમાં બોલાવાયા હતા, આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બળવંતસિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આઈ.કે.જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર પણ બેઠકમાં હાજર રહ્યાં હતા. આ બેઠકમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ કેવી રીતે શાંત પાડવો તે માટે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં રૂપાલાના વિવાદને લઈને સી.આર. પાટીલે હાથ જોડીને ક્ષત્રિય સમાજને માફી આપવા વિનંતી કરી હતી. સી.આર. પાટીલે કહ્યું કે, 'રૂપાલાએ માફી માગી છતા રોષ યથાવત છે. હું પણ વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફી આપે.'

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયાણી પદ્મિની બાએ અન્નનો કર્યો ત્યાગ, ભાજપની મુશ્કેલી વધી 2 - image


Google NewsGoogle News