અમરેલીમાં કમ્પ્યુટર ઓપરેટરોનો અનોખો વિરોધ, ભાજપના સભ્ય બની કાર્ડ પર લખાવ્યું 'પગાર વિહોણા VCE'

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
Opposition to VCE operators in Babra


Protest to VCE operators in Babra: હાલ દેશભરમાં ભાજપ સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના બાબરા પંથકમા ગ્રામ પંચાયતોમાં કામ કરતા કમ્પ્યુટર ઓપરેટરો ભાજપના સભ્ય તો બન્યા પરંતુ પોતાની ઓળખ પગાર વિહોણા VCE તરીકે આપી અનોખો વિરોધ કર્યો છે. ગ્રામ પંચાયતોમાં કામ કરતા કમ્પ્યુટર ઓપરેટરો VCE એટલે કે વિલેજ કમ્પ્યુટર આંતરપ્રિન્યોર તરીકે ઓળખાય છે. 

અમરેલીમાં કમ્પ્યુટર ઓપરેટરોનો અનોખો વિરોધ, ભાજપના સભ્ય બની કાર્ડ પર લખાવ્યું 'પગાર વિહોણા VCE' 2 - image

જાણો શું મામલો

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગ્રામ પંચાયતોના VCE ઓપરેટરો ભાજપના સદસ્ય બનીને પગાર વિહોણા VCE તરીકેની ઓળખ આપી નવતર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. વર્ષોથી વિવિધ માંગણીઓ લઈને VCE દ્વારા આંદોલનો કર્યા પણ સરકાર દ્વારા હંમેશા ખોટા આશ્વાસન આપીને VCEની માંગણીઓ ધ્યાને ના લીધી. ત્યારે ભાજપના સદસ્યતા અભિયાનનો હિસ્સો બનીને ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે સેવા આપતા VCE દ્વારા નવતર પ્રકારનો વિરોધ દર્શાવીને સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો છે.

આ પણ વાંચો: રાજકોટમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરીમાં ભયાનક વિસ્ફોટ, ઘરવખરી ભડકે બળી, ઈવીમાં સુરક્ષા સામે સવાલ

બાબરા તાલુકા પંચાયત નીચેના સમઢિયાળા, ઉંટવડ, ત્રંબોડા, ગમા પી૫ળિયા, ઈસા૫ર, મોટા દેવળીયા અને પીર ખીજડિયા સહિતના VCE દ્વારા ભાજપની સભ્ય નોંધણીમાં સરકારની આંખ ઉઘાડતો નવતર પ્રયાસ કર્યો છે. ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે સેવા આપીને ગુજરાન ચલાવતા VCE દ્વારા વર્ગ 4ના કર્મી તરીકે પણ સમાવેશ કરવા સરકારને માંગ કરી છે.

અમરેલીમાં કમ્પ્યુટર ઓપરેટરોનો અનોખો વિરોધ, ભાજપના સભ્ય બની કાર્ડ પર લખાવ્યું 'પગાર વિહોણા VCE' 3 - image


Google NewsGoogle News