કેન્દ્રીય ચૂંટણી પંચ સાથેની ભાજપની બેઠક પૂર્ણ, કરી મહત્વની રજૂઆતો
ગાંધીનગર, તા. 26 સપ્ટેમ્બર 2022 સોમવાર
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે.
જે અંતર્ગત આજે કેન્દ્રીય ચૂંટણી પંચ સાથેની ભાજપની બેઠક પૂર્ણ થઈ છે. જેમાં ભાજપ નેતાઓ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ કુલ 23 મુદ્દાઓની રજૂઆતો કરવામાં આવી.
વધુ વાંચો: ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ, કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ પહોંચી ગાંધીનગર
બેઠક પૂર્ણ થયા બાદ ભાજપ નેતાઓએ ચૂંટણી પંચ સમક્ષ કરેલી વાત જણાવી. જે અનુસાર સ્ટાર પ્રચાર, વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવે, મતદાનનો સમય વધુ કરવામાં આવે, નામાંકનોની યાદીમાં સુધારો, વેબસાઈટ પર નામાંકન પત્ર અપલોડ કરવા, મતદાન એજન્ટોની ભૂમિકા વધુ સક્રિય રાખવી, 200 મીટરની અંદર પ્રચાર કાર્યાલયને પરવાનગી આપવી, રાજકીય પક્ષો દ્વારા સામાન્ય પ્રચાર માટે ખર્ચ નક્કી કરવામાં આવે, ડિસેમ્બર માસમાં ચૂંટણી ન યોજાય તેવું આયોજન કરવું કારણ કે ડિસેમ્બર માસમાં રાજ્યમાં ખૂબ લગ્ન પ્રસંગ હોય છે જેથી મતદાન ઓછું થઈ શકે છે જેના કારણે ડિસેમ્બરમાં એવા દિવસોમાં મતદાન રાખવું છે જે દિવસોમાં લગ્ન ન હોય તેમ જણાવાયુ હતુ.
આ ઉપરાંત VVPAT અને EVMમાં એક મતદાન કરતા દોઢ મિનિટનો સમય થાય છે. મતદાનનો સમય હાલ 10 કલાકનો છે પરંતુ 11 કલાક કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.