Get The App

અમરેલીની ચલાલા નગર પાલિકામાં ભાજપની જીત, ઢોલ નગારા સાથે વિજેતા ઉમેદવારોનું સ્વાગત

Updated: Feb 18th, 2025

GS TEAM


Google News
Google News
Chalala Municipality of Amreli


Gujarat Local Body Result 2025: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમરેલીની ચલાલા નગર પાલિકામાં ભાજપની એક તરફી જીત જોવા મળી છે. કુલ 24 બેઠક પર ભાજપના 24 ઉમેદવારો વિજેતા થયા છે. 

ચલાલા ભાજપના રંગે રંગાયુ

અમરેલીની ચલાલા નગર પાલિકામાં ભાજપની જીતથી ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને કાર્યકરોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે ભાજપના વિજેતા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

વોર્ડ નં.4 ભાજપના વિજેતા ઉમેદવારોના નામ 

•કેતનભાઈ સરવૈયા

•ચેતનાબેન તલાટિયા

•ભરતભાઈ માલવિયા

•વનિતાબેન લશ્કરી

અમરેલીની ચલાલા નગર પાલિકામાં ભાજપની જીત, ઢોલ નગારા સાથે વિજેતા ઉમેદવારોનું સ્વાગત 2 - image

Tags :