મધ્યગુજરાતની 6 પાલિકામાં ભાજપનું કમળ, એકમાં ખીચડી, છોટા ઉદેપુરમાં પનો ટૂંકો પડ્યો
Gujarat Local Body Result: મઘ્ય ગુજરાતમાં છ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. 200 બેઠકોમાં ભાજપે 12 બેઠક કબજે કરી છે. જ્યારે અપક્ષોએ 34 બેઠક પર વિજય મેળવ્યો હતો.
હાલોલ નગરપાલિકાની 36 બેઠકની ચૂંટણી થઇ હતી જેમાં તમામ બેઠક ભાજપે કબજે કરી છે. છોટાઉદેપુરની 28 બેઠકમાંથી ભાજપે 8 જીતી છે, કલોલ નગરપાલિકાની 28 માંથી ભાજપનો 18 પર વિજય થયો છે.
કરજણ નગરપાલિકાની 28 બેઠકો પરથી 19 પર ભાજપનો ભગવો લહેરાયો છે. ઝાલોકની 28 બેઠકમાંથી ભાજપે 17 બેઠકો પર કમળ ખિલવ્યુ છે. દેવગઢ બારિયાની 24માં 13 બેઠકો પર ભાજપનો કેસરિયો લહેરાયો છે જ્યારે બાલાશિનોર નગરપાલિકાની 28 માંથી 16માં ભાજપનું કમળ ખિલ્યું છે.
હાલોલ, દેવગઢ બારિઆ અને ઝાલોદ નગરપાલિકામાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે. કલોલ પાલિકામાં પહેલી વખત ભાજપે 17 બેઠક જીતી કેસરિયો ફરકાવ્યો છે જેની સામે અપક્ષો 10 બેઠક જીતી કોંગ્રેસનો રકાસ કર્યો છે. દેવગઢ બારિઆમાં પણ 8 અપક્ષ જીત્યા છે. કરજણ નગરપાલિકામાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે. અહી આપના 8 ઉમેદવારો જીત્યા છે.