કચ્છમાં ભચાઉની તમામ બેઠકો પર કમળ ખીલ્યું, રાપરમાં પણ ભાજપની જીત
Gujarat Local Body Result 2025: કચ્છની તમામ નગરપાલિકાના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભચાઉની તમામ બેઠકો ભાજપનો વિજય થયો છે. બીજી તરફ રાપરમાં 21 BJP જ્યારે 7 બેઠક કોંગ્રેસની જીત થઈ છે. લાકડીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જીત થઈ છે. ઉમેદવાર હરિભા ગઢવીએ 755 મતથી જીત મેળવી છે. ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપની જીતથી રાપર ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના નેતાઓ અને કાર્યકરોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ આગેવાને હારની જવાબદારી સ્વીકારી
રાપર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુભાઈ આરેઠિયાએ સમગ્ર હારનો સ્વીકાર કર્યો હતો. કોંગ્રેસે ભચુભાઈ આરેઠિયા પર ચૂંટણી જવાબદારી સોપી હતી જેમાં તેઓ નિષ્ફળ રહ્યા છે અને હાર તેમણે સ્વીકારી છે. તેમણે કહ્યું હતું કે, 'રાપરની પ્રજાને રાપરમાં કોઈ પણ સમસ્યા નથી જણાતી જેથી તેઓએ ભાજપના ઉમેદવારોને મત આપીને વિજેતા બનાવ્યા છે. કોંગ્રેસે પાણીની સમસ્યા, કચરાની સમસ્યા, ગટરની સમસ્યા, રખડતા ઢોરોની સમસ્યાને લઈને ચૂંટણી લડી હતી પરંતુ રાપરના મતદારોને કોઈ સમસ્યા રાપરમાં ન હોય તેવી રીતે ભાજપના ઉમેદવારોને મત આપ્યા છે.'
આ પણ વાંચો: મનપા ચૂંટણીના પરિણામ બાદ જૂનાગઢમાં પથ્થરમારો, વાંકાનેરમાં ફટાકડા ફોડવા મુદ્દે માથાકૂટ
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાની બે નગરપાલિકાની ચૂંટણી માટે 16મી ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં રાપર નગરપાલિકામાં 62.52 ટકા, ભચાઉમાં 54.65 ટકા મતદાન થયું હતું.