જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયો, તમામ 9 બેઠકો પર કમળ ખીલ્યું
Gujarat Local Body By Election Result 2025 : જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 9 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે યોજાયેલા મતદાન બાદ આજે 18 ફેબ્રુઆરીએ મત ગણતરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે ધીમે પરિણામો સામે આવી છે. ત્યારે રાજ્યમાં જિલ્લા પંચાયતની 9 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો કેસરીયો લહેરાયો છે.
જિલ્લા પંચાયતની તમામ પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે 9 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પણ યોજવામાં આવી હતી. જેમાં તમામે તમામ નવ બેઠકો પર ભાજપની જીત થઈ છે. ભાજપે ગાંધીનગર (હાલીસા), ભરૂચ (આછોદ), દાહોદ (પિપેરો), ડાંગ (કડમાળ), અમદાવાદ (અસલાલી), અમદાવાદ (કોઠ), બોટાદ (પાળીયાદ) બેઠકો પર વિજય હાંસલ કરી છે.
આ પણ વાંચો: ચોરવાડમાં કોંગ્રેસની હેટ્રિકનું સપનું રોળાયું, ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર
તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણી
તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતની 9 બેઠકોની પેટા ચૂંટણી માટે 43.67 ટકા નોંધાયું હતું. જ્યારે જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જોકે સૌથી વધુ મતદાન ચોરવાડ પાલિકામાં રેકોર્ડબ્રેક 76% નોંધાયું હતું.