આણંદની 3 નગરપાલિકાની 66 પૈકી 41 બેઠકો ઉપર ભાજપનો વિજય
- ઉમરેઠ પાલિકાની એક અને ખંભાત તા.પં.ની ઉંદેલની પેટા ચૂંટણીમાં પણ ભગવો લહેરાયો
- કોંગ્રેસનો ગઢ ગણાતી આંકલાવ પાલિકામાં ભાજપે માત્ર 10 જ બેઠકો મેળવી : ઓડ શહેર કોંગ્રેસ દીપેન પટેલની હાર, તમામ 24 બેઠક ભાજપના ફાળે : બોરિયાવીમાં 15 બેઠક સાથે ભાજપની બહુમતી : ઉંદેલ તા.પં.ની ચૂંટણીમાં 32 નોટા પડયા
આણંદ જિલ્લાની આંકલાવ, બોરિયાવી, ઓડ પાલિકાની ૬૬ બેઠકોની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ ૭૬ ટકા મતદાન તથા ઉમરેઠ પાલિકાના વોર્ડ નં.૪ની એક બેઠક માટે ૫૩.૭૫ ટકા અને ખંભાત તાલુકા પંચાયતની ૨૪-ઉંદેલ-૨ બેઠકની પેટાચૂંટણી માટે ૪૫.૧૦ ટકા મતદાન નોંધાયું હતું. ૪૧,૫૧૬ મતદારોએ મતદાન કરીને ૬૮ બેઠક પર ચૂંટણી જંગમાં ઉતરેલા ૧૮૩ મતદારોનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું હતું.
કોંગ્રેસનો ગઢ ગણાતી આંકલાવ પાલિકામાં સત્તા મેળવવા માટે ભાજપ દ્વારા તમામ ૨૪ બેઠકો ઉપર મેન્ડેટ આપવામાં આવ્યું હતું. પરિણામે કોંગ્રેસ સમર્થિત અપક્ષો, ભાજપના ૨૪ ઉમેદવારો સહિત ૭૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યાં હતાં. આંકલાવના ૧૩,૯૮૭ મતદારોએ મતદાન કર્યું હતું. જિલ્લામાં આંકલાવ પાલિકા ઉપર સૌની નજર હતી. તેવામાં મતગણતરી દરમિયાન વહેલી સવારથી જ રસ્તા ઉપર હજારોની ભીડ એકઠી થઈ હતી. આંકલાવમાં ૧૪ બેઠકો ઉપર અપક્ષોએ બાજી મારી હતી. જ્યારે ભાજપના ૧૦ ઉમેદવારો વિજેતા થયા હતા. વોર્ડ નં.૩ અને વોર્ડ નં.૪માં ભાજપને એક પણ બેઠક મળી ન હતી પરંતુ વોર્ડ નં.પાંચમાં ભાજપની આખી પેનલની જીત થઈ હતી. ત્યારે ૨૪ બેઠકોનું સંખ્યાબળ ધરાવતી આંકલાવ પાલિકામાં કોંગ્રેસ સમર્થિત અપક્ષો સત્તા ગ્રહણ કરે તેવી સ્થિતિ ઉદભવી છે.
ઓડ નગરપાલિકા ૬ વોર્ડની ૨૪ બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જોકે, કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા પૂર્વ પાલિકા પ્રમુખના દીકરા કેતનસિંહ ગોપાલસિંહ રાઉલજી સહિતની વોર્ડ નં.૩ની આખી પેનલ તથા વોર્ડ નં.૬ની બે બેઠકો ઉપર ભાજપ બીનહરીફ થઈ હતી. છ બેઠકો બીનહરીફ થતાં ચૂંટણી પહેલા ભાજપનું પલડું ભારે થયું હતું. તેવામાં ઓડ પાલિકાની ૧૮ બેઠકો માટે યોજાયેલા મતદાનમાં ૮,૯૧૬ મતદારોએ મતદાન કરતા ભાજપના ૧૮ સહિત કુલ ૩૮ મતદારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા હતા. મંગળવારે હાથ ધરાયેલી મતગણતરીમાં ભાજપે ઓડમાં બાકી રહેલી તમામ ૧૮ બેઠકો ઉપર જીત મેળવી હતી. જ્યારે વોર્ડ નં.૪માંથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના શહેર પ્રમુખ દિપેનભાઈ પટેલ સહિત આખી પેનલની હાર થઈ હતી. નોંધનીય છે કે, ફેબુ્રઆરી-૨૦૧૮માં યોજાયેલી ઓડ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી પરંતુ કોંગ્રેસમાં સત્તાની ભારે ખેંચતાણના પગલે પ્રમુખે રાજીનામું આપી અન્ય ચાર સભ્યો સાથે ભાજપનો ખેસ ધારણ કરતા માત્ર દોઢ વર્ષમાં જ ભાજપનું શાસન અમલી બન્યું હતું. ત્યારે ચાલુ વર્ષે ભાજપે તમામ બેઠકો ઉપર જીત મેળવતા ઓડ પાલિકામાંથી કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે.
બોરિયાવી પાલિકાના છ વોર્ડની ૨૪ બેઠકો માટે ચૂંટણી જંગમાં ઉતરેલા ૫૯ ઉમેદવારો માટે ૧૩,૫૫૨ મતદારોએ મતદાન કર્યું હતું. બોરિયાવીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. ચૂંટણી જીતવા માટે તમામ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. મંગળવારે યોજાયેલી મતગણતરી દરમિયાન ૨૪માંથી ૧૫ બેઠકો ઉપર ભાજપની જીત થતાં બહુમતિ મેળવી હતી. જ્યારે ૬ બેઠક ઉપર કોંગ્રેસ અને ૩ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા. જોકે, એકપણ વોર્ડમાં ભાજપ કે કોંગ્રેસની આખી પેનલની જીત થઈ ન હતી.
ઉમરેઠ પાલિકાની વોર્ડ નં.૪ની એક બેઠક માટે પેટા ચૂંટણીમાં ૨,૨૧૩ મતદારોએ મતદાન કર્યું હતું. ચૂંટણીમાં ભાજપનો ૮૦૨ મતથી વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર ધનંજય જોશીને ૧,૪૯૫ મત જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેશ તલાટીને ૬૯૩ મત મળ્યા હતા. હાલ ઉમરેઠ પાલિકામાં ભાજપની સત્તા છે. હવે વધુ એક સભ્ય ઉમેરાતા પાલિકામાં ભાજપની સ્થિતિ મજબૂત બની છે.
ખંભાત તાલુકા પંચાયતની ૨૪-ઉંદેલ-૨ બિન અનામત સામાન્ય બેઠક માટે ૨,૮૪૮ મતદારોએ મતદાન કર્યું હતું. ખંભાત મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરી હાથ ધરાઈ હતી. ૬ રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થઈ હતી. જેમાં ભાજપના રમેશભાઈ ચકાભાઈ પરમારને ૨,૦૬૦ જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ૭૫૬ મત મળતા ભાજપના ઉમેદવારની ૧,૩૦૪ મતથી જીત થઈ હતી. નોંધનીય છે કે, ૩૨ મત નોટામાં પડયા હતા.
બોરિયાવીમાં વોર્ડ નં.૪માં રી-કાઉન્ટિંગ, કોંગ્રેસના ઉમેદવારની 11 મતે જીત
બોરિયાવી નગરપાલિકાના વોર્ડ નં.૪માં ભાજપે ચારમાંથી ૩ બેઠકો ઉપર જીત મેળવી હતી. જ્યારે પછાતવર્ગની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્રભાઈ ધનાભાઈ રાઠોડ (જેડી) અને ભાજપના નરેન્દ્રભાઈ કનુભાઈ બારૈયા વચ્ચે હારજીતનું અંતર માત્ર ૧૧ મત જ હતું. જેથી ભાજપના ઉમેદવારે રી-કાઉન્ટિંગની માંગ કરી હતી. ચૂંટણી અધિકારીએ રી-કાઉન્ટિંગ કરતા કોંગ્રેસના જીતેન્દ્રભાઈ રાઠોડનો ૧૧ મતે વિજય થયો હતો.
આંકલાવ વોર્ડ નં.૫માં રી-કાઉન્ટિંગ, ભાજપની પેનલ વિજેતા
આંકલાવની મતગણતરી દરમિયાન વોર્ડ નં.પાંચમાં પ્રથમ વખત ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. તેવામાં અપક્ષ ઉમેદવારો દ્વારા રી-કાઉન્ટિંગ માટે ચૂંટણી અધિકારીને જણાવતા વિવાદ સર્જાયો હતો. જેથી ચૂંટણી અધિકારી દ્વારા રી-કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપની પેનલ વિજેતા જાહેર કરવામાં આવી હતી.
બોરિયાવી પાલિકામાં વિજેતા ઉમેદવારોની યાદી
વોર્ડ |
વિજેતા ઉમેદવાર |
પક્ષ |
મળેલા મત |
૧ |
મનીષાબેન વાઘેલા |
ભાજપ |
૬૮૧ |
|
કાન્તાબેન રાઠોડ |
ભાજપ |
૬૪૬ |
|
મિનેષ રાઠોડ (મિનુભા) |
ભાજપ |
૮૪૩ |
|
ઈશ્વરભાઈ વાઘેલા |
કોંગ્રેસ |
૮૫૪ |
૨ |
કૈલાસબેન રાઠોડ |
કોંગ્રેસ |
૧૦૦૪ |
|
લીલાબેન રાઠોડ |
ભાજપ |
૭૯૧ |
|
તેજસિંહ ચૌહાણ |
ભાજપ |
૧૩૮૯ |
|
વિજયભાઈ પરમાર |
કોંગ્રેસ |
૯૦૦ |
૩ |
મિનાક્ષીબેન ચૌહાણ (મગો) |
ભાજપ |
૧૧૨૯ |
|
સવિતાબેન રાઠોડ |
ભાજપ |
૧૦૩૩ |
|
ગૌતમભાઈ બારૈયા |
કોંગ્રેસ |
૧૦૪૮ |
|
જીતેન્દ્રભાઈ વાઘેલા (જીગો) |
કોંગ્રેસ |
૧૦૭૨ |
૪ |
બીનીશાબેન પટેલ |
ભાજપ |
૯૭૯ |
|
મીનાબેન રાઠોડ |
ભાજપ |
૯૬૯ |
|
જીતેન્દ્રભાઈ રાઠોડ (જેડી) |
કોંગ્રેસ |
૮૭૧ |
|
રુષિન પટેલ |
ભાજપ |
૯૧૧ |
૫ |
રેખાબેન રાવળ |
અપક્ષ |
૮૦૩ |
|
અંજનાબેન પંડયા |
ભાજપ |
૭૬૧ |
|
નિલેશભાઈ પટેલ (બાંસૂરી) |
અપક્ષ |
૧૧૬૨ |
|
જીજ્ઞોશ પટેલ (ટીકાભાઈ) |
ભાજપ |
૭૮૫ |
૬ |
રમીલાબેન ભોઈ |
ભાજપ |
૭૮૭ |
|
ભાનુબેન રાઠોડ |
ભાજપ |
૧૦૩૬ |
|
અલ્પેશ રાઠોડ (પીન્ટુ) |
ભાજપ |
૧૫૮૦ |
|
રવિન્દ્રકુમાર પટેલ |
અપક્ષ |
૯૮૨ |
ઓડ નગરપાલિકામાં વિજેતા
ઉમેદવારોની યાદી
વોર્ડ |
વિજેતા ઉમેદવાર |
પક્ષ |
મળેલા મત |
૧ |
અનીતાબેન ઠાકોર |
ભાજપ |
૧૨૧૨ |
|
હેતલબેન ઠાકોર |
ભાજપ |
૯૭૭ |
|
જગદિશભાઈ ઠાકોર |
ભાજપ |
૧૧૨૫ |
|
ભાઈલાલભાઈ ઠાકોર |
ભાજપ |
૯૭૭ |
૨ |
નીરુબેન સોલંકી |
ભાજપ |
૯૯૨ |
|
પ્રિતીબેન માળી |
ભાજપ |
૮૮૫ |
|
કિરીટકુમાર અહિમકર |
ભાજપ |
૧૨૨૬ |
|
કનુભાઈ તળપદા |
ભાજપ |
૧૧૬૩ |
૪ |
નીતાબેન ઠાકોર |
ભાજપ |
૬૮૦ |
|
ભાવનાબેન પટેલ |
ભાજપ |
૮૦૬ |
|
વિપુલકુમાર પટેલ |
ભાજપ |
૭૯૫ |
|
સંજયભાઈ પટેલ |
ભાજપ |
૭૦૭ |
૫ |
પ્રિયંકાબેન પટેલ |
ભાજપ |
૧૨૨૫ |
|
હંશાબેન પરમાર |
ભાજપ |
૧૦૯૧ |
|
પ્રિતેશકુમાર સુથાર |
ભાજપ |
૧૨૭૪ |
|
ભાવેશકુમાર પટેલ |
ભાજપ |
૧૩૧૫ |
૬ |
નિખિલકુમાર પટેલ |
ભાજપ |
૧૦૬૦ |
|
સંદિપભાઈ પરમાર |
ભાજપ |
૧૦૦૪ |
આંકલાવ પાલિકામાં
વિજેતા ઉમેદવારોની યાદી
વોર્ડ નં. |
પક્ષ |
ઉમેદવાર |
મળેલા મત |
૧ |
અપક્ષ |
કાંતાબેન ગોહેલ |
૧૦૯૦ |
|
અપક્ષ |
ગીતાબેન ચાવડા |
૯૮૨ |
|
અપક્ષ |
પ્રવીણભાઈ સોલંકી |
૭૧૮ |
|
ભાજપ |
અમિતકુમાર પઢિયાર |
૭૧૫ |
૨ |
ભાજપ |
નિરાલી પરેશભાઈ પટેલ |
૮૨૪ |
|
ભાજપ |
વિશાલભાઈ પટેલ |
૭૫૬ |
|
અપક્ષ |
મહેન્દ્ર પરમાર |
૭૩૮ |
|
અપક્ષ |
કપિલાબેન મકવાણા |
૫૩૬ |
૩ |
અપક્ષ |
ધનાબેન માનસંગ રાજ |
૧૪૧૫ |
|
અપક્ષ |
સંજયસિંહ અભેસિંહ રાજ |
૧૯૬૮ |
|
અપક્ષ |
સિતારબાનું સલીમશા દીવાન |
૯૯૮ |
|
અપક્ષ |
નારસંગ સરદારસંગ રાજ |
૧૦૫૩ |
૪ |
અપક્ષ |
બીસુબેન ગણીભાઈ ભલાવત |
૮૮૪ |
|
અપક્ષ |
મનુભાઇ
જસુભાઇ રાઠોડ |
૮૬૦ |