કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, 28માંથી 25 બેઠકો જીતી સત્તા આંચકી
Gujarat Local Body Result 2025 : જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 9 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ઘણી જગ્યાએ ભાજપ તો ઘણી જગ્યાએ કોંગ્રેસે જીત મળેવી છે. તો કેટલીક બેઠકો પર અપક્ષોએ દમ બતાવ્યો છે. ત્યારે રાધનપુર નગરપાલિકામાં ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી કબજો કરી લીધો છે.
રાધનપુર નગરપાલિકાની વાત કરવામાં આવે તો રાધનપુર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોમાં 25 બેઠકો પર ભાજપે કબજો કર્યો છે, જ્યારે 3 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. રાધનપુર નગરપાલિકામાં પરિવર્તનની આંધી ફૂંકાઈ છે. ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી સત્તા આંચકી ભગવો લહેરાવ્યો છે.
વોર્ડ નંબર 1માં ભાજપને 3 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસના ફાળે એક બેઠક આવી છે. વોર્ડ નંબર 2માં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષએ 2-2 બેઠકો પર જીત નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર 3 થી 7માં ભાજપની પેનલનો વિજય પરચમ લહેરાયો છે.
રાધનપુર નગરપાલિકામાં કઈ બેઠક પર કોણ વિજેતા...