Get The App

ચોરવાડમાં કોંગ્રેસની હેટ્રિકનું સપનું રોળાયું, ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
ચોરવાડમાં કોંગ્રેસની હેટ્રિકનું સપનું રોળાયું, ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર 1 - image


Local Body Election Result 2025 : 16 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક ચૂંટણીના પરિણામો માટે મતગતરી ચાલી રહી છે. ત્યારે જૂનાગઢની ચોરવાડથી મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નં-8માં ધારાસભ્ય વિમલ ચુડાસમાનીએ હારનો સામનો કરવો પડ્યો છે. અહીં, કોંગ્રેસનાં MLA વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે સીધો જંગ હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે ચોરવાડમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં પરિવર્તન અને પુનરાવર્તનની સીધી લડાઇ હતી. ચોરવાડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યો જંગ હતો અને બંને નેતાઓ માટે નગરપાલિકાની ચૂંટણીમાં જીત પ્રતિષ્ઠાનો સવાલ હતી. અહીં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા સીધી ટક્કર હતી. 

ત્યારે આજે સવારે જાહેર થયેલા પરિણામો મોટો ઉલટફેર સર્જ્યો છે. ભાજપના નેતા સાંસદ રાજેશ ચુડાસમાએ કોંગ્રેસ નેતા વિમલ ચુડાસમાને ચૂંટણી જંગમાં માત આપી કોંગ્રેસનું હેટ્રિકનું સપનું રોળાયું છે. છેલ્લા ઘણા સમય સત્તાથી વંચિત ભાજપનો વનવાસ પૂર્ણ થયો છે. બંને પક્ષોએ ચૂંટણી જીતવા માટે એડીચોડીનું જોર લગાવ્યું હતું. ચોરવાડની જનતાએ કોંગ્રેસ સાથ છોડી કમળ પર પસંદગી ઉતારવામાં મોટો રાજકીય ઉલટફેર સજાર્યો છે. 

આ પણ વાંચો: Gujarat Local Body Result Live : સલાયામાં મોટો ઉલટફેર, AAP 8 બેઠક જીતી, જૂનાગઢમાં ભાજપ જીત તરફ, કોંગ્રેસનું નબળું પ્રદર્શન

અત્રે ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરીએ યોજાયેલી ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન રેકોર્ડબ્રેક 76% નોંધાયું હતું. જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ મતદાન હતું. 

મનપા ચૂંટણીના પરિણામ

જૂનાગઢકુલ બેઠકો: 60
ભાજપ27
કોંગ્રેસ0
અન્ય1

ઓછું મતદાન ચિંતાનો વિષય 

જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત 66 નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની 70થી વધુ બેઠકોની ચૂંટણીનું આજે પરિણામ આવશે. વિધાનસભા, લોકસભાની ચૂંટણી બાદ ફરી ગુજરાતની જનતા શું જનાદેશ આપશે તે આજે નક્કી થઇ જશે. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં મતદારો નિરસ દેખાયા હતા. જેના લીધે રાજકીય પક્ષોના નેતા-કાર્યકરો ચિંતિત દેખાઇ રહ્યા છે. પરિણામમાં ઉલટફેરની આશંકાને નકારી ના શકાય. ઓછું મતદાન કોને ફળશે તે હજુ નક્કી કહી ના શકાય. 


Google NewsGoogle News