બાલાસિનોર પાલિકામાં 28 પૈકી 8 બેઠકો પર ભાજપ બિનહરીફ
- કોંગ્રેસના સભ્યો ફૂટી ગયા : વોર્ડ નં.-4 બાદ 3 પણ ગયો
- કોંગ્રેસ અને સપાના બે-બે અને અપક્ષના એક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા : વોર્ડ નં.-6 માં કોંગ્રેસની મહિલા ઉમેદવાર બિનહરીફ
બાલાસિનોર નગરપાલિકામાં એનસીપી પક્ષ દ્વારા મેન્ડેટ રદ કરતા વોર્ડ નં.-૪ના ભાજપના ૪ સભ્યો બિનહરીફ જાહેર થયા હતા. જયારે આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે વોર્ડ નં.-૩ના કોંગ્રેસના જયેશ પરષોત્તમ શર્મા, હિરલ જયેશ શર્મા સહિત સમાજવાદી પાર્ટીના જયદીપ સંજયભાઈ રાવળે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ થયા હતા. સતત બીજા દિવસે બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી લડયા વગર જ બીજો એક વોર્ડ ભાજપની ઝોળીમાં જતો રહ્યો હતો. જ્યારે વોર્ડ નં.-૬માં પછાતવર્ગ સ્ત્રી ઉમેદવારોમાં અન્ય કોઈ પ્રતિસ્પર્ધીએ ફોર્મ ન ભરતા કોંગ્રેસ પક્ષના મહિલા ઉમેદવાર બિનહરીફ થયા હતા. વોર્ડ નં.-બેમાં સમાજવાદી પાર્ટીના લારેઅખ્તર અબ્દુલસત્તાર શેખ અને અપક્ષ સંદીપ જગુભાઈ મહેરાએ પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચી ચૂંટણી લડવાનું ટાળ્યું હતું. ત્યારે બાલાસિનોરમાં ૭ વોર્ડની ૨૮ બેઠકો પર ૯ સભ્યો બિનહરીફ જાહેર કરાયા હતા. હવે વોર્ડ નં. ૧, ૨, ૫, ૬ અને ૭માં ૧૯ બેઠકો માટે રાજકીય પક્ષના ૪૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાનું સ્પષ્ટ થયું છે.
વોર્ડ નં.-૩માં બિનહરીફ થયેલા ભાજપના સભ્યો
૧. |
કૈલાશબેન
અશોકકુમાર રાજ |
૨. |
દિપીકાબેન
કેયુરભાઈ પટેલ |
૩. |
અલ્કેશ
ઓચ્છવલાલ પ્રજાપતિ |
૪. |
રુપેશ
શાંતિલાલ પ્રજાપતિ |
કયા વોર્ડમાં કેટલા ઉમેદવારો મેદાનમાં
વોર્ડ |
ઉમેદવારો |
૧. |
૯ |
૨. |
૯ |
૫. |
૧૦ |
૬. |
૧૦ |
૭. |
૯ |
કુલ |
૪૭ |
વોર્ડ નં.-૪માં બિનહરીફ ભાજપના ઉમેદવારો
૧. |
કિશનકુમાર
હરેશભાઈ પટેલ |
૨. |
જાનકી
પ્રતીકકુમાર શાહ |
૩. |
ગાયત્રીબેન
જયકુમાર ત્રિવેદી |
૪. |
રાકેશ
રાજેન્દ્રકુમાર વાળંદ |