Get The App

ખેડાની 5 પાલિકામાં 15 બેઠકમાં ભાજપ બીનહરીફ

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
ખેડાની 5 પાલિકામાં 15 બેઠકમાં ભાજપ બીનહરીફ 1 - image


- અંતિમ દિવસે પાંચેય પાલિકાના 81 ઉમેદવારોએ નામાંકનપત્ર પરત ખેંચ્યા

- 5 પાલિકાની 120 બેઠકો માટે 370 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે : કોંગ્રેસે જૂજ ઉમેદવારોને મેન્ડેટ આપતા મોટા ભાગની બેઠકો ઉપર ભાજપ અને અપક્ષ વચ્ચે મૂકાબલો   

નડિયાદ,ડાકોર : ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ઉમેદવારીપત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ મંગળવારે કુલ ૮૧ ઉમેદવારોએ નામાંકનપત્રો પરત ખેંચ્યા હતા. જ્યારે મહેમદાવાદમાં ત્રણ, મહુધામાં આઠ અને ડાકોરમાં પાંચ બેઠકો બીનહરીફ થઈ હતી. ૧૬ બીનહરીફ બેઠકો પૈકી ૧૫માં ભાજપના ઉમેદવારો અને મહુધામાં એક અપક્ષ ઉમેદવાર બીનહરીફ થયાં હતાં. પરિણામે પાંચેય પાલિકાની ૧૨૦ બેઠકો માટે ૩૭૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ કપડવંજ તાલુકાની બે બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. મંગળવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે મહેમદાવાદ પાલિકામાં ૮, ડાકોરમાં ૩૧, ચકલાસીમાં ૨૫, ખેડામાં ૯ અને મહુધામાં ૮ ઉમેદવારો દ્વારા નામાંકનપત્રો પરત ખેંચવામાં આવ્યા હતા. જ્યારે મહેમદાવાદ પાલિકામાં વોર્ડ નં.૫, ૬ અને ૭માં કુલ ત્રણ બેઠકો બીનહરીફ થતાં ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી. 

તેમજ મહુધા પાલિકામાં વોર્ડ નં.૧માં ચાર, વોર્ડ નં.૨માં એક, વોર્ડ નં.૩માં એક અને વોર્ડ નં.૬માં બે બેઠકો બીનહરીફ થઈ હતી. જેથી વોર્ડ નં.૧ની એક બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર અસ્ફાક મલેકે જીત મેળવી હતી. જ્યારે બાકીની સાત બેઠક પર ભાજપના ઉમેદવારો બીનહરીફ થયાં હતાં.  મહુધા પાલિકાના વોર્ડ નં.૧માં ભાજપ દ્વારા અપક્ષ ઉમેદવાર સામે કોઈ જ દાવેદાર ઉતારવામાં આવ્યો ન હતો. પરિણામે અપક્ષ ઉમેદવાર બીનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. થોડા સમય અગાઉ મહુધામાં થયેલા કોમી રાયોટિંગના બનાવમાં અસ્ફાક મલેક સહિત ૫૦થી ૬૦ લઘુમતિ કોમના લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં સમાધાન માટે તેમજ લઘુમતિ કોમમાંથી ચૂંટાતા સભ્યો ભાજપને મહુધામાં સત્તા સુધી પહોંચવામાં મદદ કરે તથા લઘુમતિ સમાજના જે યુવકો જેલમાં છે તેમને બહાર લાવવા માટે આ ખેલ પાડવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  

જ્યારે ડાકોર પાલિકામાં વોર્ડ નં.૬માં બે બેઠકો અને વોર્ડ નં.૭માં ત્રણ બેઠકો બીનહરીફ થઈ હતી. જેથી વોર્ડ નં.૬ અને ૭ની પાંચ બેઠકો ઉપર ભાજપના પાંચ સભ્યોની જીત થઈ હતી. 

પરિણામે આગામી તા.૧૬ ફેબુ્રઆરીના રોજ મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા અને ખેડા પાલિકાની ૧૨૦ બેઠકો માટે કોંગ્રેસ, ભાજપ, અપક્ષ સહિત ૩૭૦ ઉમેદવારો માટે મતદાન યોજાશે. નોંધનીય છે કે, પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા જૂજ બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવવામાં આવતા મોટાભાગની બેઠકો ઉપર ભાજપ અને અપક્ષ વચ્ચે સીધો જંગ જામશે.  

મહુધા પાલિકામાં બીનહરીફ થયેલા ભાજપના ઉમેદવારો 

વોર્ડ

ઉમેદવાર

રાજેશ્રીબેન વિપુલભાઈ રાઠોડ

શૌકતહુસેન ગુલામહુસેન મલેક

નસીમબાનુ બસીરમહંમદ મલેક

ફાતમાબાનુ આફતાબહુસેન મલેક

રાજનકુમાર રાકેશકુમાર પટેલ

ભગવતીબેન સમીરકુમાર પટેલ

રેવાબેન રમેશભાઈ સોઢાપરમાર

મહેમદાવાદ પાલિકામાં બીનહરીફ થયેલા ભાજપના ઉમેદવારો 

વોર્ડ

ઉમેદવાર

સ્વેતાબેન બુધાભાઈ ભીલ

વર્ષાબેન હસમુખભાઈ વાઘેલા

આરતીબેન સંજયકુમાર બ્રહ્મભટ્ટ

ડાકોર પાલિકામાં બીનહરીફ થયેલા ભાજપના ઉમેદવારો 

વોર્ડ

ઉમેદવાર

રેખાબેન એમ. ત્રિવેદી

અલકાબેન કલ્પેશભાઈ મિસ્ત્રી

રીટાબેન કલ્પેશભાઈ ભટ્ટ

પ્રીતેશ તેજાભાઈ દેસાઈ

હીનાબેન ભાવેશભાઈ કા.પટેલ

કપડવંજ પાલિકાની પેટા ચૂંટણીમાં ચાર ઉમેદવારો મેદાને

કપડવંજ પાલિકાના વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૬ની કુલ ૨ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. વોર્ડ નં.૨માં બે અપક્ષ ઉમેદવારો વચ્ચે જ્યારે વોર્ડ નં.૬માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. 

પાલિકામાં ઉમેદવારીપત્રો પરત ખેંચાયા બાદ ઉમેદવારોનું ચિત્ર

નગરપાલિકા

બેઠકો

ફોર્મ પરત 

બીનહરીફ

ઉમેદવારોની 

 

 

ખેંચાયા

 

અંતિમ સંખ્યા

મહેમદાવાદ

૨૮

૭૩

ડાકોર

૨૮

૩૧

૭૨

ચકલાસી

૨૮

૨૫

-

૮૪

ખેડા

૨૮

-

૧૦૪

મહુધા

૨૪

૩૭


Google NewsGoogle News