Get The App

'પન્ના પ્રમુખ' અને 'મજબૂત' સંગઠન પર અતિ વિશ્વાસ ભારે પડ્યો, ગુજરાતમાં ક્લિન સ્વિપ આ કારણે અટકી

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
'પન્ના પ્રમુખ' અને 'મજબૂત' સંગઠન પર અતિ વિશ્વાસ ભારે પડ્યો, ગુજરાતમાં ક્લિન સ્વિપ આ કારણે અટકી 1 - image


Loksabha Election Results 2024: લોકસભાની ચૂંટણીમાં દસ વર્ષ બાદ કોંગ્રેસ ખાતુ ખોલવામાં સફળ રહી છે. જેના કારણે ગુજરાતમા હેટ્રિક કરવાનું ભાજપનુ સપનુ રોળાયું હતું. એટલું જ નહીં, ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પર જીત મેળવી ભાજપની 25 બેઠકોનો આનંદ જાણે છીનવી લીધો હતો. આમ થવા અંગે ભાજપે મનોમંથન શરૂ કર્યુ છે. મહત્વની વાત એ છે કે, ભાજપને વધુ પડતો આત્મવિશ્વાસ નડ્યો છે સાથે સાથે પેજપ્રમુખ,પેજ કમિટી ઉપરાંત સંગઠન પર અતિ ભરોસો કરવો ભારે પડ્યો છે. આંતરિક જૂથવાદ, જ્ઞાતિવાદના વિરોધની ધરાર અવગણના, સરકારની નબળી પ્રજાલક્ષી કામગીરી સહિતના કારણો પણ જવાબદાર રહ્યા છે.

26 બેઠકો પર પાંચ લાખના માર્જિનથી જીતનુ સપનું રોળાયું

આ વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા સર્જાઇ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી કેમકે, ઉમેદવારની જે રીતે ઉતાવળે પસંદગી કરાઇ ત્યાં જ આંતરિક વિવાદના બી રોપાયાં હતાં જેના કારણે વિવાદની આગ એવી ભભૂકી કે, સાબરકાંઠા-વડોદરામાં ઉમેદવાર બદલવા હાઇકમાન્ડે મજબૂર થવુ પડ્યુ હતું. ભાજપે 26 પૈકી 26 બેઠકો પાંચ લાખના માર્જીનથી જીતવા લક્ષ નક્કી કર્યો હતો પણ હવે જયારે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારે મોટાભાગની વિધાનસભા બેઠકો પર એક લાખની ઓછી લીડ રહી છે.

આંતરિક જૂથવાદ અને ઓવર કોન્ફિડન્સ જવાબદાર

લોકસભાના પરિણામથી ભાજપની પ્રદેશ નેતાગીરી- હાઇકમાન્ડની ચિંતા વધી છે કેમકે, ભાજપના આંતરિક જૂથવાદ પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. પાછલા બારણે અસંતુષ્ટોએ પણ અહમ ભુમિકા ભજવી છે. મહત્વની વાત એ છે કે, પક્ષપલટુઓના ભરતીમેળાથી પણ સંનિષ્ઠ-પાયાના કાર્યકરો ચૂંટણીલક્ષી કામગીરીથી અગળા રહ્યા હતાં જેની પરિણામ ૫૨ અસર જોવા મળી છે. ખુદ ભાજપના કાર્યકરો જ મત વ્યક્ત કરી રહ્યા છે કે, ગુજરાતમાં 156 બેઠકો જીત્યા બાદ 26 બેઠકો પણ સરળતાથી ભાજપ જીતી જશે તેવા વધુ પડતા આત્મવિશ્વાસે જ ભાજપનો  વિજયરથ રોક્યો હતો.

આંતરિક ખેંચતાણ, જ્ઞાતિવાદના વિરોધ વચ્ચે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ભાજપના મંત્રી, ધારાસભ્ય અને પ્રદેશ નેતાઓ સત્તાના મદમાં રાચતા રહ્યા હતાં. ખુદ મંત્રીઓ-ધારાસભ્યો પણ પોતાના મતવિસ્તારમાં ધાર્યુ મતદાન કરાવી શક્યા નહીં. આ પરથી સરકારની નબળી કામગીરીનો અંદાજ પુરવાર થયો હતો. ક્ષત્રિય આંદોલન થતાં ક્ષત્રિય મતદારોની ધરાર અવગણના કરવી પણ ભાજપને મોંઘુ પડ્યુ હતું. ભાજપને પેજપ્રમુખ,પેજ કમિટી ઉપરાંત સંગઠન ૫૨ આંધળો ભરોસો ક૨વો ભારે પડ્યો હતો કેમકે, આ બધુય કાગળ પર રહ્યુ હતું. જો અસરકારક પ્લાનિંગ હોત તો વધુ મતદાન થયુ હોત, તમામ લોકસભા બેઠક પર લીડ વધી હોત. પણ આવુ કશુ થયું નહીં. આમ, આ બધાય કારણોને જોતાં ગુજરાતમાં રાજકીય સ્થિતિમાં સુધાર લાવવા ભાજપે મનોમંથન શરૂ કર્યુ છે.

  'પન્ના પ્રમુખ' અને 'મજબૂત' સંગઠન પર અતિ વિશ્વાસ ભારે પડ્યો, ગુજરાતમાં ક્લિન સ્વિપ આ કારણે અટકી 2 - image



Google NewsGoogle News