Get The App

ભાજપ મહિલા મોરચા પ્રમુખે કર્યો આપઘાત, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
ભાજપ મહિલા મોરચા પ્રમુખે કર્યો આપઘાત, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ 1 - image


Surat BJP Leader Suicide: ગુજરાતમાં સુરતમાંથી આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે પોતાના જ ઘરમાં ગળોફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 34 વર્ષની દિપીકા પટેલે આપઘાત કરી લેતા પરિવાર સહિત ભાજપમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચોઃ અમરેલીની ચાર ગ્રામ પંચાયત ભેગી કરીને ધારી પાલિકા રચાશે, ઈડર પાલિકાની હદ વધારાશે

આપઘાતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ મોકલી આગળની તપાસ હાથ ધરી છે. જોકે, મૃતકના પરિવારજનો સમગ્ર બાબતે આપઘાતની વાતને નકારી રહ્યા છે. પરિવાર આ ઘટનાને આત્મહત્યા નહીં પરંતુ હત્યા જણાવી રહ્યા છે. 

આ પણ વાંચોઃ રાજ્યમાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે ઠંડા પવનનું જોર વધ્યું, જાણો આગામી સાત દિવસની આગાહી

મૃતકના સંબંધી મિનેષ પટેલે જણાવ્યું કે, મૃતક ઘણાં સમયથી ભાજપના કાર્યકર્તા હતાં અને સમાજ સેવિકા પણ હતાં. અમને આશંકા છે કે, આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. કારણકે, જ્યાં દિપીકાએ ફાંસો ખાધો હતો ત્યાં કોઈ દોરડું કે દુપટ્ટો નહતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતાં અને પતિ ખેતરે ગયાં હતાં. રૂમમાં ફક્ત સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખસ આકાશ હાજર હતો. જો કોઈએ ફાંસો ખાધો હોય તો  પહેલાં પોલીસને જાણ કરે, પરંતુ ચિરાગે પોલીસને બોલાવવાની બદલે દિપીકાને નીચે ઉતારી. અમને આશંકા છે કે, દિપીકાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે, તેથી સમગ્ર મુદ્દાની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય મળે. 


BJPSurat

Google NewsGoogle News