Get The App

ધ્રોળ નગરપાલિકાના વોર્ડ નંબર-7 ની ચૂંટણીમાં ભાજપની પેનલનો વિજય : નવા પ્રમુખની જાહેરાત ટૂંક સમયમાં કરાશે

Updated: Mar 18th, 2025


Google News
Google News
ધ્રોળ નગરપાલિકાના વોર્ડ નંબર-7 ની ચૂંટણીમાં ભાજપની પેનલનો વિજય : નવા પ્રમુખની જાહેરાત ટૂંક સમયમાં કરાશે 1 - image


Jamnagar : જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર-7ની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. જેમાં વિક્રમી 81.66 ટકા મતદાન થવા પામ્યું હતું. જેની ગણતરી આજે મંગળવારે પ્રાંત અધિકારીની કચેરી ખાતે કરવામાં આવી હતી, જેમાં ભાજપની પેનલનો વિજય થયો છે, અને ધ્રોલ નગરપાલિકા ભાજપે કબજે કરી છે. 

ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર વખતે કોંગ્રેસના વોર્ડ નંબર-7 ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું અવસાન થઈ જતાં આ વોર્ડની ચૂંટણી મુલતવી રહેવા પામી હતી, જે બાદ કોંગ્રેસ દ્વારા મૃત્યુ પામનાર ઉમેદવારના સ્થાને અંકિતાબા જયેન્દ્રસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી હતી. જે બાદ રવિવારે વોર્ડ નંબર 7 ના ત્રણ બુથો ઉપર 3405 મતદારો માટે મતદાન યોજાયું હતું, જેમાં 1431 પુરુષો અને 1353 મહિલાઓ મળીને કુલ 2,784 મતદારોએ મતદાન કરતાં 81.66 ટકા મતદાન થવા પામ્યું હતું. દરમિયાન આજે મંગળવારે પ્રાંત અધિકારીની કચેરી ખાતે આ મતોની ગણતરી કરવામાં આવી હતી, જેમાં ભાજપની પેનલનો વિજય થયો છે.

જેમાં પછાત વર્ગ સ્ત્રી અનામતની બેઠક પર ઇલાબેન લખમણભાઇ બાંભવાને 1613 મત મળતાં તેઓ વિજેતા બન્યા છે. તે ઉપરાંત સામાન્ય સ્ત્રીની બેઠક પર શાંતુબા સહદેવસિંહ જાડેજાને 1366 મત મળ્યા છે. ઉપરાંત પુરુષ સામાન્ય વિભાગમાં વલ્લભભાઈ મોહનલાલ પરમારને 1316 મત જયારે લખમણભાઇ વસતાભાઈ નકુમને 1295 મત મળતાં ભાજપની પેનલનો વિજય થયો છે. આ પરિણામ આવ્યા બાદ ધ્રોલ નગરપાલિકામાં પણ ભાજપને જીત મળી છે, અને ટૂંક સમય નવા પ્રમુખ સહિતના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે.


Tags :
JamnagarDhrol-NagarpalikaDhrol-Nagarpalika-by-ElectionBJP

Google News
Google News