'હું આ પાંચ વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી...', ભાજપના સાંસદની વિરોધીઓને ધમકી
Junagadh MP Rajesh Chudasma Warning to opponents : લોકસભા 2024ની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પરથી ભાજપ (BJP)ની ટિકિટ પર સાંસદ બનેલા રાજેશ ચુડાસમા તેના નિવેદને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જેમાં તેમણે વિરોધીઓને જ ધમકી આપી છે.
જાહેર મંચ પરથી આપી વિરોધીઓને ધમકી
જૂનાગઢ બેઠક (Junagadh Seat) પરથી સતત ત્રીજી વખત જીતેલા સાંસદ રાજેશ ચુડાસમા (Rajesh Chudasama)એ પ્રાચીમાં જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને જ ધમકી આપી હતી. પ્રાચીમાં ધારાસભ્ય ભગવાન ભારડેના અભિવાદન કાર્યક્રમમાં સાંસદે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે 'હું આ પાંચ વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે ન કરે પરંતુ હું કોઈને છોડવાનો નથી.'
કોંગ્રેસના હીરા જોટવાને હરાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન વેરાવળના ચર્ચાસ્પદ ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમાનું નામ ઉછળતા જૂનાગઢ બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમાએ કોંગ્રેસ (Congress)ના હીરા જોટવા (Hira Jotva)ને હરાવ્યા હતા.