ભાજપના ધારાસભ્યએ ભાંગરો વાટ્યો, પહલગામના બદલે પઠાણકોટમાં હુમલો થયાનો વીડિયો વાઈરલ
Pankaj Desai : ખેડા-નડીયાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પાકિસ્તાન વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા જેમાં નડિયાદના 6 ટર્મ થી ધારાસભ્ય અને સિનિયર નેતા પંકજ દેસાઈ દ્વારા પહેલગામની જગ્યાએ પઠાણકોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે ફરીથી સુધારો કરી ઉલ્લેખ કર્યો હતો.
નડિયાદ શહેર મધ્યે એકઠા થયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પુછી નિર્દોષ પ્રવાસીઓ ઉપર અંધાધુંધ ગોળીબાર કરી હત્યા કરવાના વિરોધમાં ખેડા-નડીયાદ ભાજપ કાર્યકરોએ કેન્ડલ માર્ચ સાથે પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મૌન ધારણ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ વીડિયો અમુક મીડિયા ચેનલ દ્વારા આગળનો ભાગ કાપીને પ્રસાર કરવામાં આવ્યો હતો. જ્યારે આગળના ભાગનો વીડિયો સોશિયલ મીડિયામાં કોઈ દ્વારા વાઈરલ કરવામાં આવ્યો હતો.