Get The App

ભાજપ સરકારના મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને ઉચ્ચ અધિકારીઓ ગાંઠતા જ નથી, વિધાનસભામાં ખુલાસો!

Updated: Mar 19th, 2025

GS TEAM


Google News
Google News
ભાજપ સરકારના મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને ઉચ્ચ અધિકારીઓ ગાંઠતા જ નથી, વિધાનસભામાં ખુલાસો! 1 - image


Gujarat News: ભાજપ સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોએ રાજ્ય સરકારને અધિકારીઓ ગાંઠતા નથી કે તેમનું માન જળવાતું નથી તેવી ફરિયાદ કરી છે. સરકારે વિધાનસભામાં કબૂલ્યું કે, પ્રોટોકોલ જળવાયો ન હોવાની 9 ફરિયાદો જૂદા-જૂદા મંત્રીઓ-ધારાસભ્યો અને સાંસદો દ્વારા કરવામાં આવી છે. 

કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યો પ્રશ્ન

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના  ધારાસભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામા આવ્યો હતો કે, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદોનો પ્રોટોકોલ ન જળવાતા હોવાની કેટલી ફરિયાદો સરકારને અત્યાર સુધીમાં મળી છે?

આ પણ વાંચોઃ મહાત્મા મંદિર 'ધોળા હાથી' સમાન, 2.32 કરોડની ભાડા વસૂલી બાકી, ગમે ત્યારે તાળાં વાગી શકે!

પ્રોટોકોલ મંત્રીએ આપ્યો જવાબ

આ બાબતે સરકારના પ્રોટોકોલ મંત્રીએ જવાબ રજૂ કર્યો હતો કે, 9 જેટલી ફરિયાદો મળી છે. મંત્રીઓ-સાંસદો અને ધારાસભ્યોનો પ્રોટોકોલ જળવાય તેવી સ્થાયી સૂચનો છે પરંતુ, તેમ છતાં પ્રોટોકોલ જળવાતો નથી. મહત્ત્વનું છે કે ઉચ્ચ અધિકારીઓ મંત્રીઓ-સાંસદો અને ધારાસભ્યોને ગાંઠતા નથી. સરકારને મળેલી ફરિયાદમાં મંત્રી, ધારાસભ્યો અને સાંસદોએ કહ્યં કે, અમારા મત વિસ્તારમાં જાહેર કાર્યક્રમો હોય તેમાં ધારાસભ્યોને બોલાવવામાં નથી આવતાં. આ સિવાય આમંત્રણ પત્રિકામાં પણ નામ નથી હોતા. ઘણાં કાર્યક્રમોમાં બોલાવવામાં આવે તો તક્તીઓમાં નામ નથી મૂકવામાં આવતાં.

અધિકારીઓ ગાંઠતા નથી

અનેક કેસમાં તો એવું પણા સામે આવ્યું છે કે, કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય-પૂર્વ સાસંદોના તક્તીઓના નામ હોય છે પરંતુ, ચાલુ ધારાસભ્ય-સાંસદના નામ નથી મૂકાતા .એવી પણ ફરિયાદો થઈ છે કે, જ્યારે મંત્રીઓ કોઈ કાર્યક્રમમાં જાય ત્યારે મામલતદાર અને પોલીસ અધિકારીઓ પ્રોટોકોલ પ્રમાણે હાજર રહેતા નથી. લોકાર્પણથી માંડી વિવિધ કાર્યક્રમોમાં સ્થાનિક ધારાસભ્યોને જિલ્લાના અધિકારીઓ બોલાવતા નથી. આમ અધિકારીઓ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંઠતા નથી. 

આ પણ વાંચોઃ સુનિતા વિલિયમ્સની વાપસી પર ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ, પિતરાઇ ભાઇએ કહ્યું; 'તે દુનિયા બદલી દેશે...'

કયા ધારાસભ્ય-સાંસદોએ કરી ફરિયાદ?

જે મંત્રીઓ-સાંસદ, ધારાસભ્યોએ પ્રોટોકોલ બાબતની ફરિયાદ કરી છે તેમાં રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, દિપસિંહ રાઠોઠ, જશવંતસિંહ પરમાર, સેજલ પંડ્યા, અરવિંદ લાડાણી, શામજી ચૌહાણ, વિનોદ મોરડીયા, હેમંત ખવા સહિતના લોકોનો સમાવેશ થાય છે.

Tags :