રાજકોટ લોકસભા મતક્ષેત્રમાં ભાજપ કડવા પટેલને ટિકીટ આપે તેવી શક્યતા

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
રાજકોટ લોકસભા મતક્ષેત્રમાં ભાજપ કડવા પટેલને ટિકીટ આપે તેવી શક્યતા 1 - image


કાર્યકરો-નેતાઓને ઉમેદવાર નહીં, કમળના નામે પ્રચાર કરવા સૂચના  : પોરબંદર અને અમરેલી બેઠક પર લેઉઆ પટેલ ઉમેદવાર રહેશે, આ જ્ઞાતિ ગણિત  જળવાય તો ભરત બોઘરાનો ચાન્સ નહીં લાગે 

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં સૌથી મહત્વની ગણાતી રાજકોટ સંસદીય બેઠક માટે ઉમેદવારની યાદી અંદર ખાને તૈયાર થઈ ગયાની માહિતી વચ્ચે આ બેઠક પર કડવા પટેલ ઉમેદવારને ઉતારવાની પરંપરા જારી રખાશે તેમ ભાજપના વર્તુળોમાંથી જાણવા મળે છે. તો આ સાથે કાર્યકરો અને નેતાઓને એવો સ્પષ્ટ મેસેજ  આપી દેવાયો છે કે ઉમેદવાર કોણ છે તેની ચર્ચામાં પડયા વગર વડાપ્રધાનની ગેરેંટી ઉપર અને કમળ-ભાજપ ધ્યાનમાં રાખીને પ્રચાર શરૂ કરી દેવાનો છે. 

રાજકોટ લોકસભા બેઠકમાં ઈ.સ. 1989થી 2004 સુધીની 6 ચૂંટણીઓમાં ભાજપનો વિજય થયો છે. ઈ.સ. 2009માં ભાજપે નવોદિતને ટિકીટ આપવાનો જૂગાર ખેલ્યો હતો પરંતુ, પક્ષના આંતરિક વિરોધ વચ્ચે તે વર્ષે કોંગ્રેસના કુંવરજી બાવળિયાનો વિજય થયો હતો. જો કે ઈ.સ. 2014 અને 2019 એમ સતત બે ટર્મ ભાજપના મોહન કુંડારિયા  મોટી લીડથી વિજયી થયા છે અને બાવળિયા પણ હવે ભાજપના છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મતવિસ્તારમાં બાવળિયાના ગઢ ગણાતો જસદણ ધારાસભા મતવિસ્તાર પણ સમાવિષ્ટ છે. હવે સ્થિતિ બદલાઈ છે ત્યારે ભાજપ ફરી એક વાર નવા ઉમેદવારને મેદાને  ઉતારે તેવી પણ ચર્ચા છે.  ભાજપ દ્વારા સૌરાષ્ટ્રની સાત બેઠકો પૈકી રાજકોટમાં કડવા પટેલ, અમરેલી અને પોરબંદર બેઠક ઉપર લેઉઆ પટેલ, ભાવનગર, સુરેન્દ્રનગર વિસ્તારમાં કોળી અને જામનગરમાં આહીર જ્ઞાાતિના ઉમેદવારોને ગત વખતે ટિકીટ અપાઈ હતી અને જ્ઞાાતિ સમતુલા જાળવવા પ્રયાસ કરાયો હતો અને 


Google NewsGoogle News