દ્વારકાના ભાણવડમાં ભાજપ નેતા અને પુત્ર પર હુમલો, અંગત અદાવતમાં નિશાન બનાવાયા
Attack on BJP leader in Bhanvad: દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાણવડ શહેર BJPના પૂર્વ મહામંત્રી પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાણવડ શહેર BJPના પૂર્વ રામ ઓડેદરા અને તેના પુત્ર અનિલ ઓડેદરા પર કેટલાક અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો. જેમાં પિતા-પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે જામનગર ખસેડાયા. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભાણવડ શહેર BJPના પૂર્વ રામ ઓડેદરા અને તેના પુત્ર અનિલ ઓડેદરા પર ગત મોડી રાત્રે અંગત અદાવતમાં કેટલાક અજાણ્યા શખસોએ પાઇપ, ધોકા, તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પિતા-પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે જામનગર ખસેડાયા.નોંધનીય છે કે, ભાણવડ નગરપાલ પાલિકાની ચૂંટણી વચ્ચે આ ઘટના બનતા સમગ્ર પથમાં ભારે ચકચાર મચી છે, હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.