Get The App

શ્રાદ્ધ પક્ષમાં શુભ કાર્ય ન કરવાના ચલણથી વિપરીત ભાજપે બે મોટા કાર્યક્રમ આયોજતા ચર્ચા

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
શ્રાદ્ધ પક્ષમાં શુભ કાર્ય ન કરવાના ચલણથી વિપરીત ભાજપે બે મોટા કાર્યક્રમ આયોજતા ચર્ચા 1 - image


BJP Program Controversy At Surat : સુરત સહિત સમગ્ર દેશમાં ભાજપ હિન્દુ સંસ્કૃતિની દુહાઈ આપી રહી છે પરંતુ હાલમાં એક સાથે બે મોટા કાર્યક્રમ શ્રાધ્ધના બીજા દિવસે કર્યો હતો જે લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. સુરતમાં હાલમાં સુરતને ગુજરાતનું ગ્રોથ એન્જિન ગણવા સાથે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ કરવા ઉપરાંત સુરત પાલિકાની 50મી નાટ્ય સ્પર્ધાની શરૂઆત શ્રાદ્ધ પક્ષના બીજા દિવસે કરવામાં આવ્યું હતું. 

ભાજપના નેતાઓ ઉમેદવારી પત્રક ભરવા માટે વિજય મુર્હત સાચવે છે. આ ઉપરાંત પદગ્રહણ કે અન્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન સારા મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. પરંતુ સુરત પાલિકાએ સવા કરોડ રૂપિયાનો ધુમાડો કરીને ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ કરાયું હતું. જેના કારણે લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે શ્રાદ્ધ પક્ષમાં આ કાર્યક્રમ લોન્ચ કરવામા આવ્યો હતો તેના કારણે જ સવા કરોડનો ખર્ચ કર્યા બાદ પણ સુરત પાલિકાને સાઈડ ટ્રેક કરવામા આવ્યા હતા. ઉપરાંત સમગ્ર કાર્યક્રમનો ખર્ચ સુરત પાલિકાએ ઉપાડ્યો હતો પરંતુ પાલિકાના ટ્રસ્ટી કહેવાય એવા કોર્પોરેટરો અને વિવિધ સમિતિના અધ્યક્ષોને બેસવા માટે ખુરશી શોધવા ફાંફા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો ખર્ચ સુરત પાલિકા કરતી હોય ત્યારે સુરત પાલિકાના કોર્પોરેટરોને કાર્યક્રમમાં ખુરશી શોધવા માટે પણ ફાંફા પડે તેના કારણે પાલિકાની હાલત દયનિય થઈ ગઈ હતી. 

આ ઉપરાંત સુરત શહેરના કલાકારોને પ્રોત્સાહન આપતી એવી સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા 50મી છે તેનું ઉદ્ઘાટન પણ સુરત પાલિકાએ પણ પાલિકાએ શ્રાદ્ધ પક્ષમાં જ શરૂ કરી દીધી છે. સુરત પાલિકા આ સ્પર્ધા માટે દર સ્પર્ધામાં સિઝન પાસ અને રોજના પાસનું વિતરણ કરે છે. પરંતુ આ સતત બીજા વર્ષે પાલિકાએ સિઝન પાસ આપવાના બદલે રોજ રોજના પાસ આપવાનું શરૂ કર્યું છે. જેના કારણે નાટ્ય રસિકોએ રોજ પાસ લેવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. નાટ્ય રસિકો પહેલા સિઝન પાસ લઈ લેતા હતા ત્યારે સ્પર્ધા દરમિયાન નિરાંતે નાટક નિહાળતા હતા. પરંતુ હવે રોજે રોજ કલા રસિકોએ પાસ મેળવવા માટે ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. પાલિકાના આવા વહીવટ સામે નાટ્ય રસિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 


Google NewsGoogle News