Get The App

માંજલપુરના ધારાસભ્યની સોશિયલ મીડિયા પોસ્ટથી ભાજપમાં ભાંજગડ, જૂથબંધી આવી સપાટી પર

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
માંજલપુરના ધારાસભ્યની સોશિયલ મીડિયા પોસ્ટથી ભાજપમાં ભાંજગડ, જૂથબંધી આવી સપાટી પર 1 - image


Vadodara BJP : વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે તેમના facebook એકાઉન્ટ પર હાલના નવા પ્રમુખ કેવા હોવા જોઈએ અને પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં ઉતાવળ કરી રાજકીય "હારાકિરી"(આપઘાત) કર્યાની વાત કરતા વડોદરા ભાજપમાં ફરી એકવાર ભાંજગડ શરૂ થઈ ગઈ છે. અને આંતરીક કલહ સપાટી પર આવવાની શક્યતા છે.

માંજલપુરના ધારાસભ્યની સોશિયલ મીડિયા પોસ્ટથી ભાજપમાં ભાંજગડ, જૂથબંધી આવી સપાટી પર 2 - image

નવા પ્રમુખ કેવા હોવા જોઈએ? તે અંગે ધારાસભ્યએ આપી આ સલાહ

વડોદરા માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ હાલ કુંભ મેળાની યાત્રાએ નીકળ્યા છે ત્યારે તેમણે વડોદરા શહેરના પ્રમુખ અંગે પોતાનો મત વ્યક્ત કરતા વિવાદ સર્જાયો છે. નવા પ્રમુખ કેવા હોવા જોઈએ તે અંગે તેમણે જણાવ્યું છે કે, 'મહાકુંભ તરફ પ્રયાણ સૌથી પહેલા ગિરિરાજ બાવા શ્રીનાથજીના મંગળા દર્શન વડોદરાની પ્રજાની સુખાકારીની પ્રાર્થના'.  તેમણે વધુમાં લખ્યું છે કે 'વડોદરા શહેર પ્રમુખ સર્વ વૈષ્ણવજનને સર્વ માન્ય હોય તેવા અને પોતાના વિકાસ માટે કાર્યરત રહે તેવા હોવા જોઈએ નહીં'. તો હાલના પ્રમુખનું નામ લખ્યા વિના કોમેન્ટ કરતા તેમણે ઉમેર્યું છે કે, 'નવા કાર્યાલય માટેની ઘેલછા રાજકીય હારાકીરી પુરવાર થઈ'.

વડોદરા ભાજપની જૂથબંધી સપાટી પર આવે તેવી શક્યતા

માંજલપુર વિધાનસભાના ધારાસભ્યના ફેસબુક પર ફરતા થયેલા મેસેજને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે અને મુખ્ય આગેવાનોમાં ચાલતી જૂથબંધી ફરી એકવાર સપાટી પર આવે તેવી શક્યતાઓ રહેલી છે.


Google NewsGoogle News