બાલાસિનોર પાલિકામાં 16 બેઠક ઉપર જીત સાથે ભાજપની હેટ્રિક
- અગાઉ 8 બેઠક ભાજપે બિનહરીફ મેળવી હતી
- કોંગ્રેસના 9, એનસીપી બે અને બીએસપીના એક ઉમેદવારો વિજેતા બન્યા : વિજય સરઘસ નિકળ્યાં
બાલાસિનોર નગર પાલિકામાં વોર્ડ નં.-૩ અને ૪ના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા જ ચૂંટણી પહેલા ભાજપે બે વોર્ડ કબજે કાર્ય હતા. જયારે અન્ય વોર્ડ નંબર 2 અને 7 માં ભાજપના 8 ઉમેદવારો
આજે મતગણતરી દરમિયાન વિજેતા જાહેર થયા હતા. અગાઉના ૮ બિનહરીફ અને આજના મળી કુલ ૧૬ ઉમેદવારો વિજેતા બનતા ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. જેથી ભાજપની ચૂંટાયેલી બોડી સત્તા પર આવશે. ત્યારે બીજી તરફ બાલાસિનોર નગરપાલિકામાં વોર્ડ નં.-૧માં બહુજન સમાજવાદી પાર્ટીના એક ઉમેદવાની જીત થઇ હતી.
જયારે વોર્ડ નંબર પાંચમાં એનસીપીના બે ઉમેદવારોની જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નં.-૧માં ૩, વોર્ડ નં.-પાંચમાં બે અને વોર્ડ નં.-૬માં ૪ મળી કુલ ૯ બેઠકો પર જીત મેળવી છે. ભાજપની બી-ટીમ ગણાતા બીએસપી અને એનસીપીના ૩ સભ્યોને પણ ભાજપનો સત્તાવાર ટેકો આગામી સમયમાં જાહેર કરાય તેવી શક્યતાઓ છે. જેથી વધુ મજબૂતાઈથી સત્તામાં ૧૯ સભ્યો સાથે પાલિકામાં ચાર્જ સંભાળશે તેવું મનાઈ રહ્યું છે.