સુરતમાં શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની આગમાં વેપારીઓને વ્હારે આવ્યા ભાજપ-કોંગ્રેસના નેતાઓ : ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી રજૂઆત
Fire in Shivshakti Textiles Market : સુરતના રીંગરોડ પર આવેલી શિવ શક્તિ માર્કેટમાં બુધવારે લાગેલી આગ ગુરુવારે મોડી સાંજે કાબુમાં આવી હતી. આ આગામી 500થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી અને જે વેપારીઓને નુકસાન થયું છે તેઓ સરકાર પાસે વળતરની માગણી કરી રહ્યાં છે.
દરમિયાન સુરતના વરાછા રોડના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને આગમાં દુકાન ગુમાવનારા વેપારીઓને સહાયભૂત થવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તો બીજી તરફ કોંગ્રેસના પુર્વ કોર્પોરેટરે વેપારીઓ સાથે શ્રમિકોને આર્થિક સહાય આપવાની મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે, ઉપરાંત શિવ શક્તિ માર્કેટમાં લાગેલી આગની શંકાસ્પદ ગણાવી છે. અને તપાસની માંગણી પણ કરી છે.
સુરતની શિવ શક્તિ માર્કેટમાં બુધવારે લાગેલી આગ સુરત જ નહી પરંતુ સમગ્ર રાજ્યમાં ચકચાર જમાવી ચુકી છે. 854 જેટલી દુકાનોમાંથી 500 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે.
આ આગના કારણે અનેક વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે અને વેપારીઓ વળતરની માગણી કરી રહ્યાં છે. આ અંગે સુરત વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનીણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને વેપારીઓને મદદરૂપ થવા માટેની માંગણી કરી છે. પત્રમાં કાનાણીએ જણાવ્યું છે કે, અસરગ્રસ્ત વેપારીઓને સરકાર પાસે મદદની અપેક્ષા રાખી બેઠા છે. તેઓ ફરીથી વેપાર ધંધામાં ઉભા કરવા મદદ કરવા માંગણી કરી છે, તો બીજી તરફ કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને શિવ શક્તિ માર્કેટમાં લાગેલી આગની શંકાસ્પદ ગણાવી છે. અને તપાસની માંગણી પણ કરી છે. આ ઉપરાંત વેપારીઓ માટે આર્થિક પેકેજ જાહેર કરવા સાથે માર્કેટમાં મજુરી કરતા શ્રમિકો પ્રત્યે માનવતા વ્યક્ત કરી આર્થિક મદદની માંગણી કરી છે.