દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં જામનગરમાં ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અઢી દાયકા બાદ ભાજપે ફરી સત્તા વાપસી કરી છે. ગઈકાલે કરવામાં આવેલી મત ગણતરીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. આથી જામનગર શહેર ભાજપ કાર્યાલય પાસે દિલ્હીની જીતની ઉજવણી કરવામાં આવી હતી.
શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા , મહામંત્રી મેરામણ ભાટુ , ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, પૂર્વ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા , પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી , શિક્ષણ સમિતિ ના ચેરમેન પરસોતમ કકનાણી, સહિતના ભાજપના હોદ્દેદારો , આગેવાનો, કાર્યકર્તાઓ, કોર્પોરેટરો , વગેરે જોડાયા હતા અને ફટાકડા ફોડીને તેમજ એકમેક ને મોઢા મીઠા કરાવી ને દિલ્હીની જીતની ખુશી વ્યક્ત કરી હતી.