Get The App

વડોદરા તાલુકા પંચાયતની બંને બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર વિજય

Updated: Feb 18th, 2025


Google News
Google News
વડોદરા તાલુકા પંચાયતની બંને બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર વિજય 1 - image


Vadodara BY Election : વડોદરા તાલુકા પંચાયતની બે સીટો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. ભાજપના બંને ઉમેદવારોએ પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવારોને પરાજય આપી સીટ ઉપર કબજો કર્યો હતો.

વડોદરા તાલુકા પંચાયતની નંદેસરી અને કોયલી બેઠક ઉપર તારીખ 16 ના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી બાદ આજે થયેલ મતગણતરીમાં ભાજપના ઉમેદવાર જશવંતસિંહ પઢિયારે 3130 મતો મેળવ્યા હતા. જ્યારે પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ગોહિલે 2479 મત મેળવ્યા હતા. આ બેઠક ઉપર 87 મત નોટાને મળ્યા હતા 

જ્યારે અન્ય બેઠક કોયલી ઉપર ભાજપના ઉમેદવાર પૂનમ રાવજી જાદવને 2151 મત અને કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સંજય ઠાકોરને 1175 મત મળ્યા હતા. આ બેઠક ઉપર 74 મત નોટામાં પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડોદરા તાલુકા પંચાયતની ત્રણ બેઠકો ઉપર યોજાનારી પેટા ચૂંટણી પૈકી દશરથ બેઠક બિનહરીફ ભાજપે હાંસલ કરી છે.

Tags :
VadodaraVadodara-Taluka-Panchayat-ElectionVadodara-BJPCongressVadodara-BY-Election

Google News
Google News