સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જાહેર કર્યાં ઉમેદવાર, જાણો ક્યાંથી કોને ટિકિટ
Gujarat News: ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સમાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીનું મતદાન 16 ફેબ્રુઆરીના દિવસે યોજાશે. રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં ભાજપ દ્વારા વિવિધ જિલ્લાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલની સૂચના મુજબ આ યાદી જાહેર કરી ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
ભાવનગર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં ભાવનગર મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠક માટે ભાજપના ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે.
વલસાડ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં વલસાડ જિલ્લાની નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
પોરબંદર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં પોરબંદર જિલ્લાની નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે.
ગાંધીનગર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં ગાંધીનગર જિલ્લાની નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ.
સુરત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં સુરત મહાનગર પાલિકા તેમજ વિવિધ જિલ્લાઓની નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણી માટે ભાજપની યાદી જાહેર કરવામાં આવી છે.
બોટાદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં બોટાદ જિલ્લાની નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે ભાજપની યાદી જાહેર કરવામાં આવી.
તાપી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં તાપી જિલ્લાની નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતોની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ.
ખેડા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં ખેડા જિલ્લાની નગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી.
નવસારી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં નવસારી જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયત પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર.
ચૂંટણીપંચે કરી જાહેરાત
ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ કમિશ્નર ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે અનુસાર, 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ
- ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2025
- ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ: 3 ફેબ્રુઆરી 2025
- ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: 4 ફેબ્રુઆરી 2025
- મતદાનની તારીખ: 16 ફેબ્રુઆરી 2025 (રવિવાર)
- મતદાનનો સમય: સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
- મતગણતરીની તારીખ: 18 ફેબ્રુઆરી 2025 (મંગળવાર)