ભાજપે સુરતના 30 વોર્ડમાં વોર્ડ પ્રમુખની જાહેરાત કરી, એક મહિલાનો સમાવેશ
ભાજપના વોર્ડ પ્રમુખ બનવા માટે હવે સુરત અને ગુજરાતમાં પહેલી વાર હોદ્દા માટે ઈચ્છુક ભાજપ કાર્યાલય પર ઉંમરના પુરાવા સાથે ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન 225 દાવેદારોએ દાવેદારી કરી હતી. જેમાંથી 30 પ્રમુખની જાહેરાત આજે કરવામાં આવી હતી જેમાં એક મહિલા નો સમાવેશ કરવામા આવ્યો છે. પહેલી વાર ફોર્મ ભરીને દાવેદારી કરવામાં આવી હતી આજે 30 વોર્ડ પ્રમુખ જાહેર કરવામા આવ્યા હતા ત્યાર બાદ કેટલીક જગ્યાએ હાલ અસંતોષ બહાર આવી રહ્યાં છે. જોકે, આ આ અસંતોષ બહાર આવે છે કે દબાવી દેવામાં આવશે તે આગામી દિવસોમાં ખબર પડશે.
સુરત ભાજપમાં હાલમાં સંગઠન માટે પહેલા પ્રાથમિક સભ્ય અને ત્યારબાદ સક્રિય સભ્ય માટેની કામગીરી અસરકારક રીતે કરવામાં આવી હતી. ત્યારબાદ હાલમાં વોર્ડ પ્રમુખ માટે પણ ફોર્મ ભરાવવા નો પ્રયોગ કરવામાં આવ્યો છે. ભાજપે વોર્ડ પ્રમુખ માટે વય મર્યાદા નક્કી કરી હોવા છતાં પણ 30 વોર્ડ માટે 225 દાવેદારોમાં થી વોર્ડ પ્રમુખ ના દાવેદારો હતો જમાં 16 જેટલી મહિલાઓએ વોર્ડ પ્રમુખ બનવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.
સુરત શહેરના 30 વોર્ડના વોર્ડ પ્રમુખ ના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં એક માત્ર વોર્ડ નંબર 27માં મહિલા વોર્ડ પ્રમુખ જાહેર કરવામા આવ્યા છે બાકી 29 વોર્ડના પ્રમુખ પુરુષ છે. આ યાદી બહાર આવ્યા બાદ કેટલીક જગ્યાએ અસંતોષનો ગણગણાટ શરુ થયો છે અને કેટલીક જગ્યાએ વિરોધના ભણકારા વાગી રહ્યાં છે તે જોતાં આગામી દિવસોમાં વિવાદ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.