Get The App

જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો બન્યો, ગુજરાત સરકારે ફીમાં કર્યો 10 ગણો વધારો

Updated: Mar 4th, 2025


Google News
Google News
જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો બન્યો, ગુજરાત સરકારે ફીમાં કર્યો 10 ગણો વધારો 1 - image


Birth And Death certificates New Rules : ગુજરાત સરકારે જન્મ અને મરણની નોંધણી ફીમાં વધારાનો 27 ફેબ્રુઆરીથી અમલ કરી દીધો છે. હવે જનતાને આ સેવાનો લાભ લેવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે. અગાઉ મરણનો દાખલો મેળવવા માટે 5 રૂપિયા ફી હતી, જેને વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે જન્મના દાખલાની ફી 10 રૂપિયા હતી, જેને વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે. જેની સીધી અસર આમ જનતા પર પડશે. 

જન્મ મરણની નોંધણી માટે 30 દિવસની સમય મર્યાદા

ગુજરાત સરકારે ફી વધારાની સાથે જન્મ મરણની નોંધણીની સમય મર્યાદા નક્કી કરી દીધી છે.  હવે તમારે જન્મ કે મરણની નોંધણી 30 દિવસમાં કરાવવાની રહેશે. જો 30 દિવસ પછી નોંધણી કરાવશો તો તમારે લેટ ફી ચૂકવવી પડશે. પહેલાં લેટ  ફી ફક્ત 10 રૂપિયા હતી, જેને વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જન્મ કે મરણ નોંધણીમાં એક વર્ષથી વધુ મોડું થાય છે તો 100 રૂપિયા ફી ચૂકવવી પડશે, આ ઉપરાંત ફરિયાત જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવવી પડશે. આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

ખોટી માહિતી આપનારને રૂ. 50થી માંડીને રૂ.100 સુધીનો દંડ

જો કોઈ વ્યક્તિ જન્મ કે મરણની નોંધણી વખતે ખોટી માહિતી આપશે તો તેને 50 રૂપિયાથી માંડીને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. હવેથી જન્મ-મરણના પ્રમાણપત્રો ઈલેક્ટ્રોનિક અથવા અન્ય સ્વરૂપમાં આપવામાં આવશે, અને અગાઉ વપરાતો 'નકલ' શબ્દ હવે 'પ્રમાણપત્ર' તરીકે ઓળખાશે. આ ફેરફાર પ્રમાણપત્રોને વધુ અધિકૃત અને આધુનિક બનાવવાનો પ્રયાસ છે. આ નિયમોનો હેતુ સમયસર જન્મ અને મરણની નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે.

સુધારેલ જન્મ-મરણ વિલંબ નોંધણી ફી (10 ગણો વધારો ):-        

(1) મોડી નોંધણી નિયત સમયમર્યાદા બહાર પરંતુ 30 દિવસની અંદર :-   20/-    

(2)30 દિવસથી ઉપર પરંતુ 1 વર્ષની અંદર :-  50/-

(3) 1 વર્ષથી ઉપરના બનાવ માટે :-   100/-


જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો બન્યો, ગુજરાત સરકારે ફીમાં કર્યો 10 ગણો વધારો 2 - image

જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો બન્યો, ગુજરાત સરકારે ફીમાં કર્યો 10 ગણો વધારો 3 - image

જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો બન્યો, ગુજરાત સરકારે ફીમાં કર્યો 10 ગણો વધારો 4 - image

જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો બન્યો, ગુજરાત સરકારે ફીમાં કર્યો 10 ગણો વધારો 5 - image

Tags :