ઉત્તરાયણ ઇફેક્ટ,હજી પક્ષીઓ દોરામાં ફસાઇ રહ્યા છે,યુનિ.માં પક્ષીનું મોત
વડોદરાઃ ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ ઇજાગ્રસ્ત થવાના અને તેમના મોત નીપજવાના બનાવો વારંવાર બનતા હોય છે.
જીવદયા કાર્યકરો દ્વારા પણ ઠેરઠેર જોવા મળથા દોરા કાઢવા માટે લોકોને અપીલ કરવામાં આવતી હોય છે.અગાઉ તંત્ર દ્વારા પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી.પરંતુ હજી પણ ઠેરઠેર દોરા ભરાઇ રહ્યા હોવાથી પક્ષીઓ ફસાઇ જવાના વારંવાર બનાવો બની રહ્યા છે.
આજે એમ એસ યુનિ.કેમ્પસમાં એજ્યુકેશન બિલ્ડિંગ પાછળ ઝાડના દોરામાં એક કાબર ફસાઇ જતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબરને કાઢી હતી.પરંતુ તેનો જીવ બચી શક્યો નહતો.