સિવિલ ખાતે બાયોમેડિકલ વેસ્ટ રસ્તા પર રઝળતી હાલતમાં મળ્યો

Updated: May 11th, 2024


Google NewsGoogle News
સિવિલ ખાતે બાયોમેડિકલ વેસ્ટ રસ્તા પર રઝળતી  હાલતમાં મળ્યો 1 - image


- હેન્ડ ગ્લોઝ, સિરીજ, કોર્ટન, સહિતના વેસ્ટ પ્લાસ્ટીકની બેગ પડેલી હતી, તંત્રને જાણ થયા કલાકો બાદ ખસેડાયો

   સુરત :

સુરત શહેર સ્વચ્છ અને સુંદર છે અને શહેર દેશમાં સ્વચ્છતામાં નંબર વન છે. તેવા સમયે નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડીંગ પાસે આજે શનિવારે સવારે બાયોમેડિકલ વેસ્ટ રસ્તા પર વિખરાયેલી અને રઝળતી હાલતમાં પડેલો હતો.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રોજના વિવિધ તકલીફોની સારવાર માટે હજારો દર્દીઓ આવે છે. જેમાં કેટલાક દર્દીઓને યોગ્ય સારવાર માટે વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. જોકે દર્દીઓ તથા તેમના સંબંધી અને કર્મચારીઓને જૈવિક એટલે બાયો મેડિકલ વેસ્ટ કચરાનું ચેપ નહીં લાગે તે માટે વર્ગીકરણ કરી યોગ્ય રીતે નિકાલ કરવા માટે પોસ્ટરો અને વિવિધ કલર પ્રમાણે કોથળી અને ડ્રમ મુકવામાં આવ્યા છે. જ્યારે લીલી બેગમાં એઠવાડ, ખોખા, પૂઠા, કાગળ, શાકભાજી, ફોળોના છોતરા, સુકો કચરો તથા લાલ બેગમાં પ્લાસ્ટિકની બોટલ, આઈવી સેટ, ગ્લોઝ, સીરીઝ, કેથેટર અને પીળી બેગમાં ડ્રેસિંગ મટીરીયલ, પ્લાસ્ટર કાસ્ટ, માનવ શરીરના અંગ સહિતની વસ્તુ તથા વાદળી કલરની બેગમાં અણીદાર તથા ધારદાર વસ્તુઓ, બ્લેડ, નીડલ, ટેસ્ટટયુબ, સ્લાઇડ નાખવાનું હોય છે. નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડીંગ પાસે દરગાહ નજીક આજે શનિવારે સવારે બાયોમેડિકલ વેસ્ટ રસ્તા પર વિખરાયેલી અને રઝળતી હાલતમાં પડેલો હતો. જેમાં હેન્ડ ગ્લોઝ, સિરીજ, કોર્ટન, સહિતના વેસ્ટ પ્લાસ્ટીકની બેગમાં અને અમુક વેસ્ટ રોડ પડેલો હતો. જેના લીધે ત્યાંથી પસાર થતા લોકોમાં ભય જોવા મળ્યો હોવાનું સુત્રો જણાવ્યું હતું. જયારે સિવિલ તંત્રને બાયોમેડિકલ વેસ્ટ રસ્તા પર રઝળતો હોવાની જાણ થતા કલાકો બાદ ત્યાં વેસ્ટ ઉચાવી લીધો હતો.


Google NewsGoogle News