વડોદરામાં વધુ એક દુર્ઘટના બનતા રહી ગઇ, સ્ટેશન રોડ પર કારનું ટાયર ફાટતાં બાઇક સવાર બચી ગયો
વડોદરાઃ વડોદરા રેલ્વે સ્ટેશન પાસે આજે બપોરે એક કારનું ટાયર ફાટતાં બાઇક વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો હતો.
બપોરે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના યુનિ.રોડ પરથી એક કાર પસાર થઇ રહી હતી ત્યારે તેનું આગળનું ટાયર ફાટતાં કાર ચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
જો કે કાર ની સ્પીડ સામાન્ય હોવાથી કોઇ જાનહાનિ થઇ નહતી.એક બાઇક સવારને ટક્કર વાગી હતી.પરંતુ તેનો બચાવ થયો હતો.આ બનાવનો વીડિયો વાયરલ થયો હતો.પરંતુ પોલીસ સ્ટેશને આવા કોઇ બનાવની નોંધ નથી.